મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૧૨/૨૦૨૨ છે. જેની ખાસ નોંધ લેવી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના 2022 રજીસ્ટ્રેશન નીચે આપેલ લેખ પરથી તેમજ ઓફિશ્યલ વેબસાઈટ પરથી મેળવી શકશો.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ૨૦૨૨ : રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું. ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
પોસ્ટ ટાઈટલ | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 |
પોસ્ટ નામ | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
રાજ્ય | ગુજરાત |
લાભ કોને મળશે? | તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે |
અરજી | ફ્રેશ અરજી / રિન્યુઅલ અરજી |
સત્તાવાર વેબ સાઈટ | www.mysy.guj.nic.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
હોમ પેઇઝ પર જવા | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : ગુજરાત ઈ નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ : ઓનલાઈન અરજી અહીંથી કરો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સહાય યોજના 2022
MYSY યોજનામા નીચે મજબની સહાયની રકમ મળવાપાત્ર છે
ટયશુ ન ફી સહાય
અભ્યાસક્રમ | મહત્તમ મર્યાદા |
મેડીકલ અને ડેન્ટલ | રૂ. 2 લાખ |
ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી | રૂ. 50 હજાર |
ડીપ્લોમા | રૂ. 25 હજાર |
બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ, બી.સી.એ. | રૂ. 10 હજાર |
રહેવા-જમવા માટેની સહાય
- પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી.
- સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહી શકનાર વિદ્યાર્થી.
- 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે.
- વર્ષે કુલ 12000/- મળવાપાત્ર.
સાધન પુસ્તક સહાય
ગવર્મેન્ટ અને સેલ્ફ-ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર. અભ્યાસક્રમની અવધી દરમ્યાન સાધન-સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે.
અભ્યાસક્રમ | મહત્તમ મર્યાદા |
મેડીકલ અને ડેન્ટલ | રૂ. 10 હજાર |
ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી, ઇન્ટીરીયર ડીઝાઈન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ | રૂ. 5 હજાર |
ડીપ્લોમા | રૂ. 3 હજાર |
જે વાલીઓની નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની આવક રૂ. ૨.૫૦ લાખથી વધારે હશે ટો તેમણે ફરજીયાત ઇન્કમટેક્ષ રીટર્ન જોડવામાં રહેશે.
- વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષના Assessment Year વાળા આવકવેરા રીટર્નના ફોર્મમાં દર્શાવેલ ગ્રોસ આવક અને એકઝેમ્પટેડ આવકના સરવાળાને કુલ આવક તરીકે ગણવામાં આવશે.
- વિદ્યાર્થીના વાલીની આવક રૂ. ૨.૫૦ લાખથી ઓછી હોય અને તે ઇન્કમટેક્ષ રીટર્ન ભરતા ન હોય તો ફક્ત તેઓએ જ “આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન આપવાનું રહેશે.
ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ
માર્ચ / એપ્રિલ – ૨૦૨૨માં ધોરણ ૧૦/૧૨ની પરીક્ષા આપી ચાલુ વર્ષે ડિપ્લોમા / ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં કે ડીપ્લોમા પરીક્ષા પાસ કરી ચાલુ વર્ષે ડિગ્રીના પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓએ ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. જયારે ગત વર્ષે ૨૦૨૧-૨૨ના વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.
ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફ્લિંગ જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમિશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
રિન્યુઅલ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ
જયારે ગત વર્ષે ૨૦૨૧-૨૨ના વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.
જે વિદ્યાર્થીનું ધારણ મુજબ પરિણામ ન આવતા રીચેકિંગ / રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોય તો તેઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવાથી વંચિત ન રહે તે માટે તેઓએ છેલ્લી તારીખ પહેલા જૂના પરિણામને આધારે અચૂક અરજી કરવાની રહેશે.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ રીચેકિંગ/રિએસેસમેન્ટમાં જે પરિણામ આવે તે તાત્કાલિક ધોરણે દિવસ 7માં ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. આમ ૧) પરિણામ મોડા આવવાના કારણે ૨) રીચેકિંગ / રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોવાથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સમય મર્યાદામાં અરજી કરેલ નહિ હોય તો તેવા વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
તે જ રીતે જે વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય પરંતુ માર્કશીટ આવેલ ન હોય તેઓએ પણ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન પરિણામને આધારે અચૂક અરજી કરવાની રહેશે.
ઉપરોક્ત બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય ટો કેસીજી કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો.
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
- ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
- રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો
રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે
- જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
- ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- ડીગ્રી / ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્ર્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ.
- સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
- વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ.
- સંસ્થાના આચાર્યશ્રીનું, સંસ્થાનાં લેટરહેડ પર, પ્રમાણપત્ર (અસલમાં).
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ.
- બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ.
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં)
રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત).
- સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં).
- વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય ટો બંને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત).
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા / ત્રીજા / ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
- વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ (સ્વપ્રમાણિત).
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
પેન્ડીંગ અરજીઓ માટે અગત્યની સૂચનાઓ
જે વિદ્યાર્થીઓની અરજી યોગ્ય દસ્તાવેજો ન હોવાના કારણે પેન્ડીંગ રાખવામાં આવેલ હોય, તે વિદ્યાર્થીઓએ નીચે મુજબની સુચના ખાસ ધ્યાને લેવાની રહેશે.
- વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની વેબસાઈટ પર જઈને “Student Status”માં લોગ ઇન કરવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ student statusમાં લોગ ઇન કર્યા બાદજો તેઓનું સ્ટેટ્સ પેન્ડીંગ હશે તો તેઓને “upload pending document now”માં જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 2 ઓપ્શન બતાવશે 1) income tax return form અને 2) other
- જે વિદ્યાર્થીઓના સ્ટેટ્સમાં income tax return form પેન્ડીંગ હોય અને income tax return form મંગાવવામાં આવ્યું હોય તેઓએ નીચેની વિગતો અપલોડ કરવાની રહેશે.
- income tax return acknowledgement અપલોડ કરેલ ન હોય તો income tax return acknowledgement અપલોડ કરવું.
- વેબસાઈટ પર દર્શાવેલ income tax return formના વિવિધ નમુના જેવા કે ITR-1 (SAHAJ) / ITR-2 / ITR-3 / ITR-4 (SUGAM) પૈકી વિદ્યાર્થીના વાલીએ જે INCOME TAX RETURN FORM ભરેલ હોય તે જ આ નમુના મુજબનું income tax return form અપલોડ કરવું. (Refer List of Document Formats (2022-23) : Income Tax Return Format)
- જો વિદ્યાર્થીઓના સ્ટેટ્સમાં other ઓપ્સન પેન્ડીંગ હોય તો તેઓએ other ઓપ્શન સિલેક્ટ કરી student statusમાં remarksમાં કચેરી દ્વારા જે દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હોય તે જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- વિદ્યાર્થી દ્વારા 3થી વધુ વખત ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે તો તેઓની અરજી રદ કરવામાં આવશે. પરિણામે, એક જ દસ્તાવેજ ફરી અપલોડ કરતા અરજી પેન્ડીંગમાં રાખવામાં આવે અને તે દસ્તાવેજ ફરી માંગવામાં આવે તો માર્ગદર્શન માટે જરૂર જણાય તો હેલ્પ સેન્ટર કે સંબંધિત કચેરીએ રૂબરૂ સંપર્ક કરવાનો હિતાવહ છે.
- જે વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી જણાય તો તેમને https://mysy.guj.nic.in પર 1) એડમિશન લેટર 2) આધાર કાર્ડ અને 3) 10/12/Diplomaની માર્કશીટ ઈ-મેઈલ કરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર User-ID અને Password Generate થશે.
- ત્યારબાદ નવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લીકેશન પર ક્લિક કરવાનું રહેશે અને User-ID અને Password વડે લોગ ઇન કરવાનું રહેશે.
- રિન્યુઅલ અરજી કરતી વખતે જે વિદ્યાર્થીને લોગ ઇન કરવામાં મુશ્કેલી જણાય તો તેમને mysy-kcg@gujgov.in પર 1) એડમિશન લેટર 2) આધાર કાર્ડ અને 3) પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટ ઈ-મેઈલ કરવાના રહેશે.
- રિન્યુઅલ અરજી કરતી વખતે મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો વિદ્યાર્થીએ નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, PRL સામે, એલ.ડી. કોલેજ ઓફ એન્જીનિયરીંગની બાજુમાંન નવરંગપુરા, અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને પોતાનો મોબાઈલ નંબર બદલવાનો રહેશે.
- રિન્યુઅલ અરજી માટે વિદ્યાર્થીએ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર User-ID અને Password વડે રિન્યુઅલ એપ્લીકેશનમાં ક્લિક કરી લોગ ઇન કરવાનું રહેશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
ફ્રેશ વિદ્યાર્થીઓ સૌપ્રથમ https://mysy.guj.nic.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રિન્યુઅલ વિદ્યાર્થીએ સૌપ્રથમ https://mysy.guj.nic.in પોર્ટલ પર લોગ ઇન કરવાનું રહેશે.
લોગ ઇન થયા પછી માંગવામાં આવેલ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના ઓરીજનલ દસ્તાવેજ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે. માત્ર Income Tax Return Form જ .pdf ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજ .pdf ફોરમેટમાં હોય તો મહત્તમ 1 mb અને .jpg/jpeg ફોરમેટમાં હોય તો મહત્તમ 512 kbps સાઈઝમાં હોવા જોઈએ.
જે વિદ્યાર્થીઓ પાસે માતા-પિતા બંનેના ITR FORM મંગાવવામાં આવેલ હોય તો તેઓએ બંનેના INCOME TAX RETURN FORMને MERGE કરીને અપલોડ કરવાના રહેશે.
વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઇ નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે સ્વપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
રાજ્યમાં 300થી વધુ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ દિવસ 7માં પોતાના અભ્યાસક્રમને સબંધિત નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અસલ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી પત્રક અને દસ્તાવેજોનો એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમા કરાવીને ACKNOWLEDGEMENT RECEIPT મેળવવાની રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી કરાવેલ હોય અને તેની ACKNOWLEDGEMENT RECEIPT મેળવેલ હશે એજ વિદ્યાર્થીઓની અરજી મંજૂર / નામંજૂર અંગેની આગળની કાર્યવાહી થશે.
વિદ્યાર્થી વેબસાઈટ પર પોતાના યુઝર આઈ.ડી. અને પાસવર્ડથી લોગઇન કરીને પોતાની ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જાણી શકશે.
આ ઉપરાંત વિદ્યાર્થીની અરજી સંબંધિત જરૂર જણાય તો સંબંધિત કચેરી વિદ્યાર્થીના પરિણામ, કૌટુંબિક આવકને લગતા કે અન્ય જરૂરી વધારાના દસ્તાવેજો માંગી શકે છે.
હેલ્પ સેન્ટરોના કો-ઓર્ડીનેટરોની વિગતો વેબસાઈટ પર રાખેલ છે જેઓનો કામકાજના દિવસોમાં ઓફીસ સમય દરમ્યાન જ સંપર્ક કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓના ખાસ નમ્ર વિનંતી છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત | અહીં ક્લિક કરો |
સુચના વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
MYSY FAQs | અહીં ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા | અહીં ક્લિક કરો |
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ :
અરજી કરવાની છેલ્લી તારીખ : 31/12/2022
ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ : 31/12/2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી કઈ રીતે કરવાની રેહશે?
જવાબ : MYSY યોજનાની અરજી www.mysy.guj.nic.in પોર્ટલ પર જઈને ઓનલાઈન કરવાની રહેશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કોણ લઇ શકે?
જવાબ :
–> MYSY યોજનામાં અરજી કરવા માટે નીચેની બે શરતો સંતોષતા હોવા જોઈએ.
–> ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
–> ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
–> ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
–> રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી કોલેજના ક્યા વર્ષમાં કરી શકાય?
જવાબ : પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી તથા MYSY યોજનાની રિન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે?
જવાબ : પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY યોજના હેઠળ www.mysy.guj.nic.in પર જઈને Renewal Application પર જઈને અરજી કરી શકે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કોલેજના ક્યાં વર્ષ માટે MYSY યોજનાની શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની રહેશે?
જવાબ : કોલેજના દરેક વર્ષમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની રહેશે
6355247600
ReplyDelete