Join Whatsapp Group

Saturday, May 29, 2021

Central Government's decision for children orphaned due to corona PMCaresFund

Central Government's decision for children orphaned due to corona PMCaresFund


Orphans will be paid a monthly stipend for 18 years


 Also FD of Rs 10 lakh and health insurance of Rs 5 lakh and free education


 Premium to be paid from PMCaresFund



 Big news has come out for children orphaned during the Corona epidemic.  In fact, Prime Minister Narendra Modi has made a big announcement that all children who have lost both parents or guardians due to corona will be assisted under the ‘PM-Care for Children’ scheme.  The PMO has given information about this.



 The Prime Minister's Office has said that children orphaned by Corona will be given a monthly allowance till the age of 18 and Rs 10 lakh from the PM Cares Fund at the age of 23.



 The PMO said free education of these children would also be ensured.  Children will also be assisted in getting an education loan for higher education and the interest on this loan will be paid from the PM Care Fund.  In addition, under the Ayushman Bharat Yojana, children up to the age of 18 will get free health insurance of Rs 5 lakh and the premium will be paid by the PM Care Fund.



 We will do everything for the safety of children: PM Modi


 During the announcement, PM Modi said, "Children represent the future of the country and we will do everything for the support and protection of children."  "As a society, it is our duty to take care of the children and awaken hope for a brighter future," he said.


ગુજરાતી માહિતી અહીં વાંચો ⤵️  ⤵️   ⤵️




Corona મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત


કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈ રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો

કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવી દીધા છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકો માટે મદદની જાહેરાત કરી છે.




નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' યોજના હેઠળ મદદ કરવામાં આવશે. સાથે સરકાર તરફથી અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે.



પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષના થવા સુધી માસિક ભથ્થુ આપવામાં આવશે અને 23 વર્ષના થવા પર પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.



PMO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર બાળકો 18 વર્ષના થશે ત્યાં સુધી પાંચ લાખનો ફ્રી સ્વાસ્થ્ય વિમો પણ મળશે. આ સાથે બાળકોને સારા શિક્ષણ માટે એજ્યુકેશન લોન અપાવવામાં મદદ કરાશે અને તેનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી આપવામાં આવશે.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બાળકો ભારતનું ભવિષ્ય છે અને અમને તેમની સુરક્ષા અને સહાયતા માટે મદદ કરીશું. તેમણે આગળ કહ્યું કે, સમાજના રૂપમાં આ અમારૂ કર્તવ્ય છે કે આપણે આ બાળકોનું ધ્યાન રાખીએ અને એક ઉજ્જવળ ભવિષ્યની આશા કરીએ.






કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારનો નિર્ણય




અનાથ બાળકોને 18 વર્ષ સુધી માસિક સ્ટાઇપેન્ડ ચૂકવાશે




સાથે જ 10 લાખની FD અને 5 લાખનો સ્વાસ્થ્ય વીમો અને વિનામૂલ્યે શિક્ષણ આપશે


PMCaresFund માંથી ચૂકવાશે પ્રીમિયમ



કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે કે કોરોનાને કારણે માતા-પિતા અથવા અભિભાવક બંન્નેને ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ સહાય આપવામાં આવશે. પીએમઓએ આ અંગે માહિતી આપી છે.



પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષના થવા સુધી માસિક ભથ્થુ આપવામાં આવશે અને 23 વર્ષના થવા પર પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે.



પીએમઓએ જણાવ્યું છે કે, આ બાળકોનું મફત શિક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવામાં પણ સહાય કરવામાં આવશે અને આ લોનનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત 18 વર્ષ સુધીના બાળકોને 5 લાખનો મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમની ચૂકવણી પીએમ કેયર્સ ફંડ દ્વારા કરવામાં આવશે.



બાળકોની સુરક્ષા માટે બધું જ કરીશુ: પીએમ મોદી


આ જાહેરાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધું જ કરીશું. તેમણે કહ્યું કે, એક સમાજ તરીકે આ આપણી ફરજ છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ અને ઉજ્જવળ ભાવિની આશાને જાગૃત કરીએ.




કોરોના સંકટમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.




પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.







કોવિડને કારણે માતાપિતાને ગુમાવનારા બાળકો માટે મફત શિક્ષણની ખાતરી કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેવામાં સહાય કરવામાં આવશે અને પીએમ કેયર્સ લોન પર વ્યાજ ચૂકવશે. આયુષ્માન ભારત હેઠળ બાળકોને 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેયર્સ દ્વારા ચૂકવશે.




પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજના રૂપમાં આ અમારું કર્તવ્ય છે કે, અમે બાળકોનું સારસંભાળ રાખીએ.




ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત




સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.




દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.

No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post