Join Whatsapp Group

Wednesday, January 19, 2022

એક્સ્ટ્રા એડવાઇઝ:બાળકની દરેક મૂવમેન્ટ પર નજર રાખો, ઘરનો ખોરાક આપો, દરરોજ 2 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરાવો

 

એક્સ્ટ્રા એડવાઇઝ:બાળકની દરેક મૂવમેન્ટ પર નજર રાખો, ઘરનો ખોરાક આપો, દરરોજ 2 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરાવો




15થી ઓછી વયના બાળકોને લઈને પેરેન્ટ્સ ચિંતામાં, એક્સપર્ટ્સ જણાવે છે આ સમયમાં કઈ રીતે રાખવી સંભાળ




લાંબા સમય પછી બાળકોએ સ્કૂલે જવાનું શરૂ કર્યું જ હતું કે કોવિડના કેસે માતા-પિતાની ચિંતા ફરીથી વધારી દીધી છે. હવે પેરેન્ટ્સને 15 વર્ષથી નાના બાળકોની ચિંતા છે, કારણ કે આ એજ ગ્રૂપના બાળકોને દરેક વાત માટે રોકવું મુશ્કેલ હોય છે. જોકે, ડૉક્ટર્સના મુજબ બાળકોની ઇમ્યુનિટી સારી હોય છે જે તેમને કોઈ પણ બીમારીથી લડવામાં મદદરૂપ થાય છે. સિટી ભાસ્કરે શહેરના કેટલાક ડૉક્ટર્સ, ડાયટિશિયન તથા પીડિયાટ્રિશિયન સાથે વાત કરી અને જાણ્યું કે કોરોનાના વધતા સંક્રમણમાં પેરેન્ટ્સે શું કરવું જોઈએ જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાળકો માટે શ્રેષ્ઠ સાબિત થાય.

બાળકને ઉગતા સૂર્યમાં બે કલાક બેસાડો અને રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ આપવું જોઈએ
બાળકોને વધુ પ્રમાણમાં લિક્વિડ આપવું જોઈએ, જેથી તેઓ ડિહાઇડ્રેશનનો શિકાર ના બની શકે. થોડા-થોડા અંતરાલે કંઈકને કંઈક ખાવા આપવું જોઈએ અને ગળાને રાહત અને સ્મૂધ રાખે તે પ્રકારે ગરમ ખીચડી, પૌઆ, દાળ-ભાત આપવા જોઈએ. મીઠાઈ અને કફ કરે તેવી તમામ વસ્તુ ટાળો. ચોખા વિટામિન બી માટેનો બેસ્ટ વિકલ્પ છે. શિયાળામાં સફરજન, દાડમ, બ્રોકલી, ગાજર સહિતના લીલા શાકભાજી અને ફ્રૂટ્સ બાળકોની ઈમ્યુનિટીમાં વધારો કરે છે. બાળકોને સવારે ઉગતા સૂર્યના તડકામાં બે કલાક બેસાડવા જોઈએ. રાત્રે સૂતા પહેલાં હળદરનું દૂધ આપવું જોઈએ. > ચાંદની ત્રિવેદી, ડાયટિશિયન

​​​​​​​બાળકોમાં 70 જેટલી ઇમ્યુનિટી હોય છે અને આ ઈમ્યુનિટી જ તેમની નવા વેરિયન્ટથી બચાવશે
15 વર્ષથી ઓછી વયના બાળકોને હજી સુધી વેક્સિન નથી લાગી, એવામાં તેમની સંભાળ ખૂબ જરૂરી છે. એક સર્વે અનુસાર બાળકોમાં 70 જેટલી ઈમ્યુનિટી હોય છે. તેઓની ઈમ્યુનિટી જ તેમને પ્રોટેક્શન આપી શકશે. ઈમ્યુનિટી જાળવવા બાળકોને પૌષ્ટિક આહાર, વર્કઆઉટ, પૂરતી ઉંઘ અને ઓછો સ્ક્રિન ટાઈમ આપવો. બાળકોમાં આ વાયરસના લક્ષણ ઉલ્ટી, ઉધરસ, સર્દી, તાવના હોય છે. ઈમ્યુનિટી જાળવી રાખવા બાળકોને ફિઝિકલ એક્ટિવિટી દિવસમાં બે ક્લાક કરાવો. - ડૉ. આરતી મોટીની, પીડિયાટ્રિશિયન, એમ.બી.બી.એસ, એમ.ડી.

એજ ગ્રૂપ પ્રમાણે રાખો બાળકનું વિશેષ ધ્યાન

  • બે વર્ષથી ઓછી વયના બાળકોમાં કોરોના ચેન્જ ઓમ્રિકોનના લક્ષ્ણ શોધવા મુશ્કેલ છે. આ માટે જ્યારે પણ માતા-પિતાને બાળકની એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, જમવાનું ઓછું લે છે કે લાંબો ટાઈમ સુધી સૂતું રહે છે કે પછી વીકનેસ લાગે છે તો તરત તેમને ડૉક્ટર પાસે બતાવું જોઈએ. ઘરમાં જ્યારે બધા કોવિડ પોઝિટિવ હોય તો શક્યતા છે કે બાળકને પણ કોવિડ હોય શકે. બે વર્ષથી ઓછી વયના બાળકને માતાએ બ્રેસ્ટફીડિંગ કરાવવું જોઈએ.
  • 2થી 5 વર્ષના બાળકને રાબ, વેજિટેબલ ખીચડી, ગોળનો શીરો આપવો જોઈએ. તેનાથી વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. આ સાથે રસીના બધા ડોઝ અપાવવા જરુરી છે. તેમને ઘરનું ભોજન આપવું. નોર્મલ ડાયટ આપો અને તેમાં વેરિએશન આપો .
  • 5થી 10 વર્ષના બાળકોને જંકફૂડ કરતા સાત્વિક ભોજન આપો. ઓનલાઈન ક્લાસના કારણે સ્ક્રિન ટાઈમ વધી ગયો છે જેથી આ સમયમાં તેમનો સ્ક્રિન ટાઈમ ફિક્સ કરો. આ સાથે પેરેન્ટ્સે પણ તેમના કામનો સમય નક્કી કરીને બાળક સાથે સમય પસાર કરવો જોઈએ. જેમાં તમે ઈન્ડોર ગેમ્સ અને તેમની સાથે તમારા જીવનના એક્સપિરિયન્સ શેર કરી શકો છો.

No comments:

Post a Comment

Feature post.

8th Pay Commission news.

8th Pay Commission/ Gifts to millions of government workers  The top up on a home loan can be taken for a period of 30 times   The bank flue...

Popular post