જન્મ તારીખ પરથી જાણો કોણ બનશે તમારા માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર?
અંકશાસ્ત્ર
અંકશાસ્ત્ર તમારા જીવનના ઘણા રહસ્યો ઉજાગર કરી શકે છે. અંકશાસ્ત્રમાં બે ખાસ પ્રકારના અંકો આપણા જીવન સાથે જોડાયેલા હોય છે. જેમાંથી એક છે મૂળાંક. આ આપણા જન્મની તારીખ હોય છે. બીજો અંક છે ભાગ્યાંક જે આપણી જન્મ તારીખ, જન્મ માસ અને વર્ષને ભેગા કરીને મેળવવામાં આવે છે.મૂળાંક અને ભાગ્યાંક
ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનો જન્મ 12 ફેબ્રુઆરી, 1990ના રોજ થયો હોય તો તેનો ભાગ્યાંક 6 થાય (12+02+1990 = 3+2+19 = 24 = 2+4 = 6) ભાગ્યાંકને આધારે વ્યક્તિ તેના જીવનમાં આવનારા સમય વિશે જાણકારી મેળવી શકે છે. પરંતુ સૌથી વધારે મૂળાંક ઉપયોગી સાબિત થાય છે.જન્મ તારીખ
જો તમારો જન્મ તારીખ 1, 10 કે 19 તારીખે થયો હોય તો તમારું મૂળાંક 1 થાય. 2, 11, 20 તારીખ જન્મેલી વ્યક્તિનું મૂળાંક 2 થાય. તેવી જ રીતે 1 થી લઈને 9 મૂળાંકની ગણતરી કરી શકાય છે.સોલમેટ
અંકશાસ્ત્ર પ્રમાણે જો 2 યોગ્ય અંકોનો મિલાપ જીવનભર માટે એકબીજા સાથે કરાવી દેવામાં આવે તો તે જોડી પરફેક્ટ સાબિત થાય છે. પરંતુ બીજી તરફ જો અયોગ્ય અંકોને એકબીજા સાથે મેળવી દેવામાં આવે તો તે જોડી જીવનભર લગ્નના એક ખરાબ ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.કોની સાથે જામશે જોડી?
આજે અમે તમારી પરફેક્ટ જીવનસાથી શોધવામાં પૂરતી સહાયતા કરીશું. પરંતુ જો તમે જીવનસાથીની પસંદગી કરી લીધી હોય તો અમે એમના અને તમારા મૂળાંકને મેળવીને તમારા બન્નેના ભવિષ્ય અંગે જણાવીશું. આગળની સ્લાઈડ્સમાં જાણો 1થી 9 મૂળાંક ધરાવતી વ્યકિતઓ માટે કોણ બની શકે છે સોલમેટ…અંક 1
ન કેવળ 1,10 કે 19 તારીખે જન્મેલા લોકો પરંતુ જેમના નામને જોડીને પણ 1 અંક આવતો હોય તો તેઓ પણ આ જ શ્રેણીમાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર અંક 1ના જાતકોમાં સહનશીલતા નથી હોતી, તેઓ જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય છે. તેથી જ કદાચ આવા લોકો લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહેવામાં સફળ થતા નથી. અંક 1 માટે પરફેક્ટ હમસફરની વાત કરીએ તો તેમની માટે નંબર 2,3,5,8 અને 9 ઘણા સારા છે. આ સિવાય 2 નંબર વાળો પાર્ટનર મળી જાય તો રિલેશન ટકી શકતું નથી.અંક 2
અંક 2ના જાતકો માટે 1,3,4,6 અને 7ના જાતકો ખૂબ જ સારા પાર્ટનર સાબિત થાય છે. નંબર 2ના જાતકો પ્રકૃતિથી જ અન્યો સાથે એડજસ્ટ થવામાં માને છે. પરંતુ ભૂલથી પણ નંબર 5 કે 8ના જાતકો સાથે તેમની જોડી ન બનવી જોઈએ જો આવું થાય તો 100 ટકા અણબનાવો બની શકે છે.અંક 3
મૂળાંક 3વાળા જાતકો લગ્ન માટે પરફેક્ટ માનવામાં આવે છે. તેઓ સંબંધોને વધારે મહત્વ આપે છે. પરંતુ એવા પણ કેટલાંક અંકો છે જે આ મૂળાંકવાળા જાતકો પ્રતિ ખાસ આકર્ષિત થાય છે. તે છે મૂળાંક 3, 5, 6 અને 7. પરંતુ 4 અને 8 મૂળાંકવાળા જાતકો સાથે તેમની બિલકુલ બનતી નથી.અંક 4આ મૂળાંકવાળા જાતકોના સ્વભાવને મૂળાંક 6ના જાતકો સૌથી વધારે સમજે છે. તેથી જ કહેવાય છે કે મૂળાંક 4 અને 6ની જોડી શ્રેષ્ઠ હોય છે. આ અંક સિવાય અન્ય કોઈ અંક સાથે નંબર 4 ની જોડી પરફેક્ટ બની શકતી નથી.અંક 5
મૂળાંક 5 વાળા લોકો મોસ્ટ રોમાંટિક પાર્ટનર કહેવાય છે. જો તમે પરફેક્ટ પાર્ટનરની તલાશમાં હોવ તો મૂળાંક 5વાળા જાતકો જ તમારા માટે પરફેક્ટ સાબિત થશે.અંક 6
આ મૂળાંકવાળા જાતકો સાથે લગભગ તમામ મૂળાંકવાળા જાતકોની જોડી બનવાની શક્યતા હોય છે. પરંતુ આ મૂળાંકવાળા જાતકો કોની સાથે રહેવાનું પસંદ નથી કરતા તે પણ જાણી લો. તારીખ 6, 15 કે 24 ના રોજ જન્મેલા જાતકોની જોડી 6 મૂળાંકવાળા જાતક સાથે જ પરફેક્ટ બને છે. આ સિવાય મૂળાંક 8 પણ તેમની સાથે સારી લાઈફ વિતાવી શકે છે.અંક 7
આ મૂળાંકવાળા જાતકો સાથે સંબંધમાં હોય તેવી વ્યક્તિએ જાણી લેવું જોઈએ કે તેમની સાથે કરાયેલ કોઈપણ પ્રકારનો ખરાબ વ્યવહાર તેમના અંદાજ કરતા ઘણી ખરાબ અસર તેમની પર ઉપજાવી શકે છે. તેથી કંઈપણ ખરાબ બોલતી વખતે 10 વખત વિચારી લેજો. જો આ મૂળાંકવાળા જાતકોના સોલમેટની વાત કરીએ તો તેમનો ખ્યાલ રાખવાની ક્ષમતા મૂળાંક 9માં સૌથી વધારે છે. આ સિવાય મૂળાંક 7 સાથે પણ તેમની સારી બને છે.અંક 8
એ તો નક્કી છે કે મૂળાંક 8વાળા જાતકોની મેરિડ લાઈફમાં પ્રૉબલેમ્સ આવે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં એવું પણ થાય છે કે તેમને મનગમતો પાર્ટનર મળી જાય છે. એવું મનાય છે માત્ર એક જ મૂળાંકવાળા જાતક સાથે તેમની જોડી સારી બની શકે છે. પરંતુ જો પતિ-પત્ની બન્ને મૂળાંક 8 ધરાવતા હોય તો અવારનવાર ઝઘડા થાય છે અને લગ્ન ક્યાં સુધી ચાલશે તે કહી શકાતું નથી. પરંતુ મૂળાંક 9 સાથે સારી જોડી બની શકે છે.અંક 9
નંબર 9 સાથે નંબર 9ની જ પરફેક્ટ જોડી બને છે. આ બન્ને સાથે મળીને એક પરફેક્ટ રોમાંટિક જોડી બનાવે છે. જે દુનિયા માટે ઉદાહરણ બની જાય છે. આમના પ્રેમમાં માત્ર રોમાંસ જ નહીં એક ઝનૂન પણ હોય છે. કેમકે મૂળાંક 9ના જાતકો માટે સેક્સ એક જરુરિયાત છે. તેથી જે વ્યક્તિ સેક્સમાં રસ ન ધરાવતી હોય તે મૂળાંક 9ના જાતક સાથે લગ્ન ન જ કરે.Sourse : imgujrat.com click here
No comments:
Post a Comment