વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ: પી.આર.એલના આદ્યસ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં વિકાસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીની હોવા જોઈએ. અરજદારે પી.આર.એલ વિકાસ શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરીને નોંધણી તારીખ 03 જાન્યુઆરી 2025 સુધીમાં કરવાની રહેશે.
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ
યોજના | વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃતિ |
સહાય | ચાર વર્ષ માટે એક લાખ રૂપિયા |
આવક મર્યાદા | કૌટુંબિક વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03 જાન્યુઆરી 2025 |
વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ | https://www.prl.res.in/Vikas/ |
સહાયનું ધોરણ.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળા માટે કુલ ₹1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ધોરણ | સહાયની રકમ |
ધોરણ 09 | 20,000 ( વિસ હજાર રૂપિયા ) |
ધોરણ 10 | 20,000 ( વિસ હજાર રૂપિયા ) |
ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ) | 30,000 ( ત્રીસ હજાર રૂપિયા ) |
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) | 30,000 ( ત્રીસ હજાર રૂપિયા ) |
આવક મર્યાદા
- જે પરિવારની વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી ઓછી હોય તેવા પરિવારના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ યોજના હેઠળ કુલ 10 વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેમાંથી 50% કન્યા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
- પસંદગી પામેલ વિદ્યાર્થી ઓને ચાર વર્ષના સમયગાળા દરમિયાન કુલ એક લાખ રૂપિયાની શિષ્યવૃતિ સહાય આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
- આ યોજના હેઠળ ધોરણ સાતની ટકાવારી તેમજ કુટુંબની વાર્ષિક આવક તથા પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે, તેમજ પસંદગી પામેલ વિદ્યાર્થી ઓને ધોરણ 9 ની સહાય મળવાપાત્ર થશે.
જરૂરી ડોક્યુમેન્ટ.
- આવકનો દાખલો
- જાતિ અંગે નો દાખલો
- સ્કૂલ ના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
- ધોરણ 7 ની માર્કશીટ
- વિદ્યાર્થી નો ફોટો
- બેંક ખાતા ની વિગત (જો વિદ્યાર્થીની પસંદગી થશે તો આ શાખામાં સહાય જમા કરવામાં આવશે ).
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના ની સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.
- આ યોજના હેઠળ અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ https://www.prl.res.in/Vikas/ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- હવે તેમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન મેનુ પર ક્લિક કરવાનું થશે.
- જેમાં તું તમારે સ્કૂલ ગ્રામીણ વિસ્તારમાં છે તેમાં yes સિલેક્ટ કરી માગ્યા મુજબની વિગતો ભરો.
- જેમાં વિદ્યાર્થીઓનું નામ સરનામું શાળાનું નામ વગેરે જેવી તમામ વિગતો ભરીને યુઝરનેમ અને પાસવર્ડ બનાવવાનો રહેશે.
- છેલ્લે વિદ્યાર્થીઓનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝર નો ફોટો લોડ કરી ફોર્મ ને સબમીટ કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી થયા બાદ login મેનુમાં જય યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગીન થવું.
- જેમાં ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઇન અરજી સબમીટ કરવાની રહેશે.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના માટે અગત્યની લીંક
Official Website | Click Here |
Home Page | Click Here |
નોંધ : અહીં આપવામાં આવેલ માહિતી ખૂબ જ ઉપયોગી હોય જેથી તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરવા નમ્ર વિનંતી છે.
અગત્યના પ્રશ્નો
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- 03/01/2025
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ માં કેટલા રૂપિયાની સ્કોલરશીપ મળે?
- કુલ એક લાખ રૂપિયા
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
No comments:
Post a Comment