સોનું ઓલ-ટાઇમ હાઇ:56 હજારની સપાટી વટાવી, 2023માં 64,000 સુધી પહોંચી શકે છે; 75 વર્ષમાં 600 ગણા ભાવ વધ્યા
ચાંદીની વાત કરીએ તો એની કિંમતમાં આજે જોરદાર તેજી આવી છે. બુલિયન માર્કેટમાં 1,186 રૂપિયા એનો ભાવ વધીને 69,074 પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. 6 જાન્યુઆરીના રોજ 67,888 હજાર પર હતી.
ગયા વર્ષે સોના-ચાંદીની કિંમતમાં શાનદાર તેજી જોવા મળી હતી. એ વર્ષે 48,289 રૂપિયાથી વધીને 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે, એટલે કે 2022માં સોનાના ભાવમાં 6,5888 રૂપિયાની તેજી જોવા મળી છે. બીજી તરફ 2022માં ચાંદી 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. એ વર્ષે કિંમતમાં 6,057 રૂપિયાની તેજી આવી છે.
2023માં 64,000 સુધી પહોંચી શકે છે કિંમત
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવી દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ સોનાનો ભંડાર વધાર્યો છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી વધારી, એ સકારાત્મક સંકેત છે. એને કારણે સોનાની કિંમતને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું હતું કે 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
1947માં 88.62 રૂપિયા હતું સોનું
છેલ્લાં 75 વર્ષમાં સોનું અને ચાંદી તેજીને કારણે મોંઘાં થયાં છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોનું 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હાલ 56 હજારને પાર પહોંચ્યું છે, એટલે ત્યારથી લઈને અત્યારસુધીમાં 631 ગણું(63198%) મોંઘું થયું છે. ચાંદીની વાત કરીએ તો આઝાદીથી લઈને અત્યારસુધી 644 ગણી મોંઘી થઈ છે. 1947માં ચાંદીનો ભાવ લગભગ 107 રૂપિયા કિલો હતો, હવે એ 69,074 પહોંચ્યો છે.
હવે એ 69,074 પહોંચ્યો છે.
No comments:
Post a Comment