Kutch: કચ્છ પહોંચી જાવ, ગોવાને ભૂલી જશો તેવા ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલનું આયોજન!
ચાર વર્ષ બાદ ફરી એકવખત માંડવીમાં બાઈક ફેસ્ટિવલનું આયોજન કરવા આવ્યું છે જેમાં આ વર્ષે એકદમ નવીન આયોજન સાથે પ્રવાસીઓને આકર્ષવામાં આવશે
Dhairya Gajara, Kutch: કચ્છ એ ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં રણ, ડુંગર અને દરિયો ત્રણેય જોવા મળે છે. અહીં યોજાતા રણોત્સવ થકી સફેદ રણ અને કાળો ડુંગરની સુંદરતા તો પ્રવાસીઓ માણે જ છે પણ મોટી સંખ્યામાં લોકો દરિયસ્થાને પણ મુલાકાત લે તે માટે કચ્છના માંડવી બીચ પર ચાર વર્ષ બાદ ફરી એકવખત બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. આ વર્ષે યોજાનારા આ ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં માંડવી બીચ પર પ્રવાસીઓને ગોવાનો અનુભવ મળી રહેશે.
માંડવીનું વિન્ડફાર્મ બીચ કચ્છ આવતા સહેલાણીઓ માટે હળવાશની પળો અનુભવવા એક ઉત્કૃષ્ટ સ્થળ બન્યો છે. રણોત્સવની સાથે જ કચ્છના માંડવીને પણ એક બીચ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા લાંબા વર્ષોથી આયોજનો ઘડવામાં આવી રહ્યા છે. 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રણોત્સવની સમકક્ષ માંડવીમાં પણ એક ટેન્ટ સીટી ઊભી કરવાની જાહેરાત કરી હતી. જો કે, લાંબા સમયથી પ્રવાસીઓના મોટા ધસારાને ખેંચી શકે તેવા આયોજનની રાહ જોતા માંડવી બીચના ઇન્તેઝારનો હવે અંત આવ્યો છે
No comments:
Post a Comment