Join Whatsapp Group

Thursday, February 16, 2023

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24 ||| Ek lavya model school pravesh jaherat

 

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24

ગુજરાત રાજ્યમાં આવેલ આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ -૬ થી ધોરણ -૧૨ સુધીની છે . શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ , રમતગમત , ચિત્રકલા , શિક્ષણ , લાયબ્રેરી વિગેરેની સુવિધા છે . એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ -૬ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે . અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે . આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે . (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

પાત્રતાનું ધોરણ :

  • વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ ( ST ) હોવા જોઈએ.
  • પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર ૧૦ થી ૧૩ વર્ષની હોવી જોઈએ. (ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ ૧૩ વર્ષ).
  • વિદ્યાર્થી વિદ્યાર્થીની હાલ સરકારી શાળા આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ , સરકાર માન્ય (શિક્ષણ વિભાગની યાદી મુજબ) અને સી.બી.એસ.ઈ. માન્ય , NIOS OBE Program – લેવલ B નું પ્રમાણપત્ર અથવા આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ ના ચેપ્ટર- ૨ મુજબ – શાળાઓમાં ધોરણ -૫ માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ -૫ પાસ કરેલ હોવું જોઈએ.
  • આદિજાતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતી બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
  • વિમુક્ત/વિચરતી/અર્ધ વિચરતી જાતિના બાળકો, વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ/બળવો/કોવીડના કારણોસર મૃત્યુ પામેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા – પિતાના બાળકો, અનાથ (માતા-પિતા બન્ને હયાત ન હોય તેવા ) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૩% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે . (પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.)

પ્રવેશ અરજીપત્ર લેવાના/મેળવવાના સ્થળો :

સબંધિત ગામની પ્રાથમિક શાળાતમામ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ
તમામ ગ્રામ પંચાયતતમામ આદર્શ નિવાસી શાળાઓ/આશ્રમ શાળાઓ
તમામ જી.એલ.આર.એસ./મોડેલ સ્કૂલોપ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનિશ કમિશ્નરશ્રીની કચેરીઓ
સરકારી પ્રાથમિક શાળાઓતમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :

  • અરજીપત્ર ભરીને જે પરીક્ષાકેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે.અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઈસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે.આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
  • પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી . જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે . જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે . જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે . પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં



પરીક્ષા પધ્ધતિ :

  • પરીક્ષા તા.૦૧/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે.
  • પરિક્ષાનો સમય સવારના ૧૧.૩૦ થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે.
  • પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી), અંકગણિત, બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે.
  • પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાકનો રહેશે.
  • પરીક્ષા ઓ.એમ.આર. ( OMR ) પધ્ધતિથી લેવામાં આવશે.







અગત્યની તારીખો :

  • અરજીપત્ર મેળવવાની તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી
  • અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : ૦૬ – માર્ચ -૨૦૨૩ ( સાંજે ૬.૦૦ વાગ્યા સુધી )
  • પરીક્ષાની તારીખ : ૨૩ – એપ્રિલ -૨૦૨૩ (રવિવા૨)
  • પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૨ (બીજું અઠવાડિયું )

અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.

  • વિના મૂલ્ય હેલ્પ લાઈન નંબર – ૧૮૦૦૨૩૩૭૯૨૮
  • ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ( આદિજાતિ વિકાસ વિભાગ )ની વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in
  • સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ./જી.એલ.આર.એસ. મોડેલ શાળા

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24

ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

ર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2022-23

ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

ર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


Important Links:

એકલવ્ય પરિણામ અહીંથી ચેક કરો


No comments:

Post a Comment

Feature post.

Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals

  Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals : Full Gujarati Calendar Panchang of the year 2024 with all the Hindu festiva...

Popular post