Join Whatsapp Group

Monday, February 6, 2023

તૂર્કી અને સીરિયામાં આવ્યો 7.6 ની તિવ્રતાનો ભૂકંપ : જુઓ વિડીયો માં ભયાનક દ્રશ્ય

 

તૂર્કી અને સીરિયામાં આવ્યો 7.6 ની તિવ્રતાનો ભૂકંપ : જુઓ વિડીયો માં ભયાનક દ્રશ્ય

 Another fresh earthquake of magnitude 7.6 struck Elbistan district in Kahramanmaras Turkey


તૂર્કી અને સીરિયામાં ફરી એકવાર 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 12 કલાકની અંદર બીજો મોટો આંચકો અનુભવાયો છે.તૂર્કી અને સીરિયામાં ફરી ભૂકંપ

  • 7.6ની તીવ્રતાથી કંપી છે ધરતી
  • આશરે 1300 લોકોનું મોત
  • 5380 લોકો ઘાયલ

તૂર્કી અને સીરિયામાં ફરી 7.6 તીવ્રતાથી ધરતીકંપી છે. આશરે 4:15 વાગ્યાની આસપાસ કેન્દ્ર ગજિયાટેપમાં આવ્યો હતો જે સીરિયાની બોર્ડરથી માત્ર 90 કિ.મી દૂર છે. ભૂકંપથી અત્યારસુધીમાં 1300 લોકોનું મોત થયું છે. જ્યારે 5380 લોકો ઘાયલ થયાં છે. 2818 ઈમારતો ધારાશાહી થઈ છે જ્યારે રેસ્ક્યૂ ટીમે 2470 લોકોને અત્યારસુધી બચાવી લીધાં છે.

 

ભારત કરશે તૂર્કીની મદદ


ભારત તરફથી NDRFની 2 ટીમોંને તૂર્કિ મદદે મોકલવામાં આવશે. તૂર્કિને તાત્કાલિક મદદ ફાળવવાનાં મુદા પર પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ મહત્વની બેઠક કરી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું કે સર્ચ અને રેસ્ક્યૂ અભિયાન માટે NDRF અને મેડિકલની ટીમોને તૂર્કિ મોકલવામાં આવશે. આ સાથે જ રાહતની સામગ્રીઓ પણ ટૂંક જ સમયમાં તૂર્કિ માટે રવાના થશે. NDRFની 2 ટીમોમાં 100 સૈનિકો હશે જેમાં ડોગ સ્કવોડ પણ શામેલ હશે.

 

સવારે આવ્યાં ભૂકંપનાં આંચકા


સોમવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાથી ભારે વિનાશ સર્જાયો છે. વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી.ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપ કે જે તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે ત્યાં નોંધાયું છે. આવી સ્થિતિમાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે. સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી.

No comments:

Post a Comment

Feature post.

NMMS (National Means-cum-Merit Scholarship

  NMMS (National Means-cum-Merit Scholarship NMMS ગુજરાતની પરીક્ષા અસ્થાયીરૂપે એપ્રિલ 2025 માં યોજાવાની છે. પરીક્ષાના થોડા સમય પછી, કામચલાઉ ...

Popular post