ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા.
- IT રિટર્ન ભરતી વખતે રાખો ખાસ ધ્યાન
- ન આપો ખોટી જાણકારીઓ
- નહીં તો ઘરે આવી શકે છે નોટિસ
ITR ભરવા માટે ફક્ત 5 દિવસ બાકી છે. એવામાં જો તમે ITR ભરવા માટે તૈયારી કરી રહ્યા છો તો અમુક કોમન મિસ્ટેક કરવાથી જરૂર બચવું જોઈએ. આવકવેરા વિભાગે તમારી નાની નાની ભૂલોને માર્ક કરી રાખ્યું છે અને નોટિસ મોકલી છે. એવામાં જો તમે રિટર્ન ફાઈલ કર્યા બાદ નોટિસ મેળવવા નથી માંગતા તો સાવચેતીથી રિટર્ન ફાઈલ કરો. અમે તમને એવી 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.
વ્યાજ આવકની જાણકારી ન આપવી
ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા. ટેક્સપેયર્સને લાગે છે કે તેમના ઈન્ટરેસ્ટ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો અને રિટર્નમાં તેના વિશે જાણકારી આપવાની જરૂર નથી.
સેક્શન 80TTA અનુસાર, ફક્ત સેવિંગ એકાઉન્ટ પર 10 હજાર રૂપિયા સુધીના ઈન્ટરેસ્ટ પર ટેક્સ નથી લાગતો. હાઈ ઈનકમ વાળા ટેક્સપેયર્સ એફડી પર 10 ટકા ટીડીએસ ડિડક્ટ થવાની જાણકારી ભરે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી. એવામાં ટેક્સપોયર્સે એફડી પર જેટલું ટીડીએસ કાપવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ.
FDની જાણકારી છુપાવવી તો લાગશે મોટો દંડ
ઘણી વખત ટેક્સપેયર્સ એક જ બેંકની ઘણી બ્રાન્ચોમાં અલગ અલગ એકાઉન્ટ ખોલે છે. તેમને લાગે છે તે તેમાથી ટીડીએસ નહીં કપાય. પરંતુ એવું નથી કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટની પાસે તમારા બધા પ્રકારના એકાઉન્ટ્સની જાણકારી પહેલાથી જ હોય છે.
જો તમે પોતાના બધા ટીડીએસ એકાઉન્ટ પર મળતા ઈન્ટરેસ્ટ વિશે જાણકારી નથી આપતા તો તેના પર પેનલ્ટી લાગી શકે છે. માટે રિટર્ન ફાઈલ કરતા પહેલા ટેક્સપેયરને તમારી ફોર્મ 26 એએસ જરૂર બતાવો.
૧૦ વર્ષથી જુના આધારકાર્ડના અપડેશન બાબત પરિપત્ર
પ્રોપર્ટી પર ટીડીએસ જમા ન કરવું
જો તમે ગયા વર્ષમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રેસીડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને તેના પર એક ટકા ટીડીએસ એક અઠવાડિયાની અંદર જમા નથી કરવામાં આવ્યો તો તમને નોટિસ મોકલવામાં આવશે અને એક લાખ રૂપિયા દંડ લાગશે.
એનઆરઆઈ દ્વારા આવી પ્રોપર્ટી ખરીદવા પર 30 ટકા ટીડીએસ આવાનો રહેશે. આ ઉપરાંત જો તમારૂ ફોરેનમાં કોઈ બેંકમાં એકાઉન્ટ છે અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી છે તો તેની જાણકારી છુપાવવા પર 10 લાખ રૂપિયા દંડ લાગશે.
છેલ્લા કંપનીની સેલેરી ન બતાવવી
તમે ગયા નાણાકીય વર્ષમાં જોબ બદલી છે પરંતુ અહીં મળતી સેલેરી વિશે રિટર્નમાં કોઈ જાણકારી નથી ભરી તો પણ તમને આઈટી ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.
એવું એટલા માટે કારણ કે તમે સેલેરી વિશે જાણકારી નથી આપી અને ટીડીએસ વિશે પણ જાણકારી નથી આપી. એ યાદ રાખો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે તમારા દરેક એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન વિશે સંપૂર્ણ જાણકારી હોય છે.
ફોર્મ 15જી અથવા 15એચનો ખોટો ઉપયોગ
ફોર્મ 15જી અને એચ એક પ્રકારનું ડિક્લેરેશન ફોક્મ હોય છે જે ટેક્સ છૂટથી ઓછી ઈનકમ ધરાવનાકને ભરીને આપવાનું હોય છે. ફોર્મ 15જી 60 વર્ષની નીચેની ઉંમરના લોકોએ ભરવાનું હોય છે.
જેમની સેલેરી ટેક્સ છૂટના બરાબર હોય છે. ફોર્મ 15 એચ સીનિયર સિટીઝનને ભરવાનું હોય છે. જો તમે આ ફોર્મ ખોટી રીતે ભર્યું છે અથવા કોઈ જાણકારી જે ચેક કરતી વખતે ખોટી મળી તો જેલ પણ થઈ શકે છે.
No comments:
Post a Comment