Join Whatsapp Group

Sunday, April 30, 2023

8th Pay Commission Latest News

8th Pay Commission Latest News :  8th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે પણ સરકારી કર્મચારી છો તો જલદી તમારા પગારમાં મોટો વધારો થવાનો છે. 



નવી દિલ્હીઃ 8th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે પણ સરકારી કર્મચારી છો તો જલદી તમારા પગારમાં મોટો વધારો થવાનો છે. દેશભરમાં નેશનલ પેન્શન સિસ્ટમને લઈને જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, આ વચ્ચે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જલદી દેશમાં આઠમાં પગાર પંચને લાગૂ કરી શકે છે. મોદી સરકાર 8માં પગાર પંચ (8th Pay Commission) ને જલદી લીલી ઝંડી આપી શકે છે. આ વર્ષ એટલે કે 2023માં જ આઠમાં પગાર પંચની રચના કરી શકાય છે. 

10 વર્ષ બાદ લાગૂ થાય છે નવા પગાર પંચની ભલામણો

તમને જણાવી દઈએ કે સાતમાં પગાર પંચની રચના વર્ષ 2023માં કરવામાં આવી હતી અને તેને 2016માં લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો હતો. હવે એકવાર ફરી કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થવાનો છે. નોંધનીય છે કે નવા પગાર પંચની ભલામણો દર 10 વર્ષ બાદ લાગૂ કરવામાં આવે છે. 

લોકસભા ચૂંટણી પહેલાં મળી શકે છે ખુશખબર

સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકાર જલદી આઠમાં પગાર પંચની જાહેરાત કરી શકે છે. આગામી વર્ષે દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે તો સરકાર તે પહેલા કર્મચારીઓને મોટી ભેટ આપવાનો પ્લાન બનાવી રહી છે. 

અત્યારે 18000 રૂપિયા છે મિનિમમ બેસિક સેલેરી

આ સમયે કેન્દ્રીય કર્મચારીઓને મિનિમમ સેલેરી 18000 રૂપિયાથી લઈને 56900 રૂપિયા પ્રતિ મહિના છે. નવું પગાર પંચ લાગૂ થયા બાદ કર્મચારીઓની મિનિમમ સેલેરીમાં વધારો થઈ જશે. આ સાથે પગાર પંચના રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થઈ શકે છે. 

યુનિયન સરકાર સાથે કરશે વાત

કેન્દ્રીય કર્મચારી સંઘ તરફથી જણાવવામાં આવ્યું છે કે 8માં પગાર પંચની માંગને લઈને યુનિયન જલદી સરકાર સાથે જલદી વાત કરશે. આ માટે સરકારને આવેદનપત્ર પણ સોંપવામાં આવશે. જો સરકાર માંગોને માનવાનો ઇનકાર કરે છે તો સંઘ આંદોલન કરવા પર વિચાર કરી શકે છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓની સાથે-સાથે પૂર્વ પેન્શનભોગી પણ ભાગ લઈ શકે છે.  :News Source By ZEE News 

No comments:

Post a Comment

Feature post.

RMC Recruitment 2025 For Various Posts

  Online applications are invited from the candidates for filling up the vacancies of various cadres of Fire and Emergency Services Departme...

Popular post