Gujarat na mela in Gujarati | ગુજરાતના મેળા
ગુજરાતમાં કુલ 1521 મેળા ભરાય છે.
જેમાં હિન્દુઓના 1293, મુસ્લિમોમાં 175, જૈનોના 21, પારસીનો 1 મેળો ભરાય છે.
ગુજરાતમાં સૌથી વધુ મેળા સુરત જીલ્લામાં ભરાય છે. (159)
ગુજરાતમાં સૌથી ઓછા મેળા ડાંગ જીલ્લામાં
ભરાય છે. (7)
. 1.તરણેતરનો મેળો 2. વૌઠાનો મેળો
.3. શામળાજીનો મેળો 4. ગોળ-ગધેડાનો મેળો
5.માણેકઠારીનો મેળો . 5. પલ્લીનો મેળો
6.ભવનાથનો મેળો 7. માધવરાયનો મેળો
8. કાત્યોકનો મેળો 9.ચિત્ર-વિચિત્રનો મેળો .
10.મેઘરાજાનો છડી ઉત્સવ . 11. ચૂલનો મેળો .
12.ડાંગ દરબાર . 13. પાલોદરની મેળો
14.રંગ પંચમીનો મેળો . 15.સરખેજનો મેળો
16. શાહઆલમનો મેળો
👉અહીં ગુજરાતનાં તમામ પ્રસિદ્ધ મેળાના નામ અને તેની વિસ્તૃત માહિતી આપેલ છે.
(1) તરણેતરનો મેળો
<<સમય : ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ્ઠ
>> સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર નામના ગામમાં ત્રીનેશ્વર મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે.
>> સુંદર ભરત ભરેલી છત્રીઓ આ મેળાની વિશિષ્ટતા છે.
>> આ મેળામાં ભરવાડ યુવક-યુવતીઓ “હુડા” નુત્ય કરે છે, અને કોળી બહેનો ત્રણ તાળી રાસ રમે છે.
>> રાજય સરકાર દ્વારા અહીં દર વર્ષે ગ્રામીણ ઓલિપિમ્સનું આયોજન કરવામાં આવે છે.
>> આ મેળાને “ગુજરાતના ભાતીગળ” મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
(2)વૌઠાનો મેળો
<<સમય : કારતકી અગિયારસથી કાર્તિકી પુર્ણિમા સુધી
>> વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનાં વૌઠા ગામે ભરાય છે.
>> વૌઠા ખાતે સાત નદીનો સપ્તસંગમ થાય છે.
(1) હાથમતિ (2) માઝમ (3) ખારી (4) મેશ્વો (5) શેઢી (6) વાત્રક (7) સાબરમતી
>> વૌઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લે-વેચ થાય છે.
>> અમદાવાદ જીલ્લામાં ભરાતા મેળામાં વૌઠાનો મેળો મોટામાં મોટો છે.
>> રાજય સરકાર અને તાલુકા પંચાયત દ્વારા અહીં ભજન મંડળી અને સાંસ્ક્રુતિક કાર્યકર્મનું આયોજન કરવામાં આવે છે.
(3)શામળાજીનો મેળો
>>સમય : કારતક સુદ અગિયારસ થી કાર્તિકી પુર્ણિમા સુધી
>> અરવલ્લી જીલ્લામાં મેશ્વો નદીના કિનારે આ મેળો ભરાય છે.
>> આ મેળામાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ વધારે આવતા
હોય છે.
>> ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો શામળાજીનો મેળો છે.
>> શામળાજીનો મેળો ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો છે. આ મેળો 21 દિવસ ચાલે છે.
>> આ મેળો કારતક સુદ આગિયારસે શરૂ થાય છે પણ કાર્તિકી પુર્ણિમાનો દિવસ મહત્વનો ગણાય છે.
(4)ગોળ-ગધેડાનો મેળો
>>સમય : હોળી પછી પાંચને, સાતમે કે બારમાં દિવસે
>> આ મેળો દાહોદ જિલ્લાના જેસવાડા તાલુકામાં ભરાય છે.
>> આ મેળામાં ગોળ ગધેડાના મેળામાં એક મેદાનમાં આડા અને ઊભા વાંસના માંચડો તૈયાર કરવામાં આવે છે. આ માંચડા પર ગોળની પોટલી મૂકવામાં આવે છે.
>> આ ગોળની પોટલી લેવા યુવકો ઉપર ચઢે છે. પરંતુ નીચે ઊભેલી યુવતીઓ યુવાનોણે લાકડી ફટકારે છે.
જે યુવાન માંચડા પર ચડી ગોળની પોટલી લાવે તે વિજય બને છે. યુવાનો અને યુવતીઓ ગોળ ખાય છે.
>> આ મેળામાં વિજેતા યુવાનો સાથે યુવતીઓણે પરણવવામાં આવતી હોય છે.
(5) માણેકઠારીનો મેળો
>>સમય : આસો સુદ પુનમ (શરદ પુનમ)
>> આ મેળો ખેડા જિલ્લાના ડાકોરમાં ભરાય છેઃ.
એક લોકમાન્યતા મુજબ શરદ પુનમના દિવસે અહીં રણછોડરાય સાક્ષાત બિરાજમાન હોય છે માટે તેમણે રેશમી વસ્ત્રો અને કિંમતી અલંકારોથી શણગારી તેને રત્નજડિત મુગટ પહેરાવવામાં આવે છે.
(6) પલ્લીનો મેળો
>>સમય : આસો સુદ નોમ
>> આ મેળો ગાંધીનગર થી 15 કિમીના અંતરે આવેલા રૂપાલ ગામમાં ભરાય છે.
>> અહીં વરદાયિની માતાનું મંદિર આવેલું છે. જયા માતાજી ની પલ્લી ભરાય છે. આ પલ્લી પર આસો સુદ
નોમના દિવસે શ્રદ્ધાળુ દ્વારા શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
(7) ભવનાથનો મેળો
>>સમય : મહાવદ અગિયારસ થી મહાવદ અમાસ સુધી
>> જુનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિર પાસે ભરાય છે.
>> આ મેળામાં મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિના દિવસનું મહત્વ વિશેષ રહેલું છે.
>> મહાશિવરાત્રિના દિવસે દિગંબર બાવા, અઘોરી, સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે.
(8) માધવરાયનો મેળો
>>સમય : ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ પાંચમ.
>> આ મેળો પોરબંદર જિલ્લાના માધવપૂર ગામે ભરાય છે.
>> ભગવાન શ્રીક્રુષ્ણએ રૂકમણીજી નું અપહરણ કરી અહીના મંદિરમાં લગ્ન કર્યા હતા.
>>આ પ્રસંગની યાદમાં આ મેળો ભરાય છે.
(9) કાત્યોકનો મેળો
>>સમય : કાર્તિકી પુર્ણિમા
>> સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે આ મેળો ભરાય છે.
>>આ મેળાને ‘સિદ્ધપુરનો કાર્તિકી પુર્ણિમાનો મેળો’ પણ કહેવામા આવે છે.
>>કાત્યોકના મેળામાં ઊંટની મોટા પાયે લે-વેચ થાય છે.
(10) ચિત્ર-વિચિત્રનો મેળો
>>સમય : હોળી પછીના પંદરમાં દિવસે
>> આ મેળો સાબરકાંઠા જીલ્લામાં પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે.
>>આ મેળો આદિવાસી મેળા તરીકે ઓળખાય છે.
>> અહીં મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બન્ને રાગમુક્ત થયા હતા તેથી શ્રદ્ધાળુ રોગ મુક્ત થવા માટે બાધા રાખે છે.
(11) મેઘરાજાનો છડી ઉત્સવ
>>સમય : શ્રાવણ વદ નોમ થી ચાર દિવસ
>> આ મેળો ભરુચ જીલ્લામાં ભરાય છે. જે મેઘ મેળા તરીકે ઓળખાય છે.
>> આ મેળો ભોઈ જ્ઞાતીના લોકો દ્વારા મનાવવામાં આવે છે.
(12) ચૂલનો મેળો
>> સમય : હોળીના બીજા દિવસે (ધૂળેટીના દિવસે)
>> આ મેળો છોટા ઉદેપુર, ભરુચ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભરાય છે.
>> આ મેળામાં એક લાંબી ચૂલ બનાવવામાં આવે છે, જેમાં અગ્નિ પ્રકટાવવામાં આવે છે. ત્યાર પછી આદિવાસી સ્ત્રી-પુરુષો હાથમાં ઘડો અને શ્રીફળ લઈ અગ્નિના અંગારા પર ખુલ્લા પગે ચાલે છે.
>> આદિવાસીઓ ની માન્યતા પ્રમાણે આવું કરવાથી અગ્નિદેવ તેના પશુઓનું રક્ષણ કરે છે.
(13) ડાંગ દરબાર
>.સમય : માર્ચ મહિનામાં
>> ડાંગ દરબારનું આયોજન આહવા ખાતે કરવામાં આવે છે.
>> આ મેળો બ્રિટિશ કાળમાં શરૂ કરવામાં આવ્યો હતો.
>> તે સમયે બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટો, આદિવાસીઓના સરદારો તેમના અંગત ખર્ચ માટે રાજયની આવક માંથી પૈસા આપતા.
>> વર્તમાનમાં ડાંગ દરબારમાં રાજય સરકાર દ્વારા આદિવાસી પ્રતિભાઓણે સન્માનીત કરવામાં આવે છે.
(14) પાલોદર નો મેળો
>>સમય : ફાગણ વદ અગિયારસ થી તેરસ
>> આ મેળાનું આયોજન મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં થાય છે.
>> આ મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે.
(15) રંગ પંચમીનો મેળો
>>સમય : દર નવા વર્ષે
>> આ મેળો રંગ પંચમીના દિવસે ભરાય છે.
>> આ મેળામાં સૂતેલા માણસો પર શણગારેલી ગાય દોડાવવામાં આવે છે.
(16) સરખેજનો મેળો
>>આ મેળો અમદાવાદ પાસે આવેલ સરખેજ વિસ્તારમાં ભરાય છે.
>> અમદાવાદ શહેરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવનાર પ્રખ્યાત સંત શેખ અહમદ ગંજબક્ષ સાહેબની દરગાહ પાસે ભરાય. છેઃ પણ મોટી સંખ્યામાં આવે છે.
(17) શાહઆલમનો મેળો
>> આ મેળો અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ભરાય છે.
>> આ મેળો મુસ્લિમ સંત હજરત શાહઆલમ સાહેબની યાદમાં ભરાય છે.
>> આ મેળા મુસ્લિમ લોકોની સાથે હિન્દુ લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.
No comments:
Post a Comment