Join Whatsapp Group

Friday, May 5, 2023

ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટા જોઈને ત્યાં જવાની ઈચ્છા થઇ જશે

 

ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટા જોઈને ત્યાં જવાની ઈચ્છા થઇ જશે



20 એકર જમીનમાં બનાવેલા એન્જોય સિટી વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ટયુમ, રહેવાનું , જમવાનું , ફાસ્ટ ફૂડ, નાસ્તો, જનરલ મેડિકલ ટ્રીટમેન્ટ સિક્યોરિટી જેવી સુવિધા છે. અહીંયા બહારના નાસ્તા કે જમવા પર પ્રતિબંધ છે.

  



આણંદ: હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે-ધીમે ગરમી વધતી જઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના વેકેશન પણ શરૂ થઈ જશે. ત્યારે મોટાભાગના લોકો પરિવાર સાથે હિલ સ્ટેશન, દરિયા કિનારે અને વોટરપાર્કમાં ફરવા જશે. ત્યારે ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક એન્જોય સિટી આણંદમાં છે.

 



આણંદથી 20 કિલોમિટર દૂર વાલવોડ ગામે એન્જોય સિટી નામનો વોટર પાર્ક આવેલો છે. આ વોટર પાર્ક અંદાજે 20 એકર જમીનમાં અધતન સુવિધાસભર છે.

  


મહીસાગર નદીના કિનારા પાસે બનાવવામાં આવ્યો છે. આ વોટર પાર્કમાં 32 જેટલી નાની મોટી રાઇડ છે . જેમાં સૌથી લોક પ્રિય બે રાઈડ છે , કોબ્રા રેઇડ અને એકવાથોર ફનલ. જેમાં મોટા લોકો આ રાઈડમાં બેસી ખુબ આનંદ માણે છે.

 


આ વોટર પાર્કમાં 32 રાઈડનો આનંદ માણી શકાય છે

 



ગરમીથી બચવા લોકો અનેક વોટર પાર્કમાં જતાં હોય છે. ખાસ તો વોટર પાર્કની રાઈડની મજા માણતા હોય છે. ત્યારે અહીંયા આવેલા વોટર પાર્કમાં 32 પ્રકારની રાઈડ રાખવામાં આવી છે . જેમાં અહીં તમે એક્વા ફાબુલા, 3 બોડી સ્લાઇડર,

  


ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, વિઝર્ડ સ્લાઇડ 6 લેન, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડર, એક્વા સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, કોબ્રા રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર, રોલર કોસ્ટર

 


સી ઓક્ટોપસ, વોટર શૂટ, સ્કાઇ સ્વિંગર, સ્કાઇ કોપ્ટર, સ્કાઇ વ્હીલ, ડ્રોપ, કાંગારુ હોપ, ફ્લાઇંગ સ્વિંગર, સ્વિંગિંગ એનિમલ, એરો ફાઇટર, મિનિ શિપ, જાકુઝી, સ્પા, સ્ટીમ બાથ, સાઉના, રોપ કોર્સ

 


એટીવી રાઇડ ટ્રેક, બુંગી જમ્પિંગ, કિડ્સ બોટિંગ, બોડી ઝોર્બ, હ્યુમન સ્લિંગશોટ, જાયન્ટ સ્વિંગ, ટ્રમ્પોલિન, ઝિંપલાઇન, રોકવેલ ક્લાઈમ્બિંગ, નેટ ક્લાઇમ્બિંગ જેવી અનેક એક્ટિવિટી કરી શકાય છે.

 


લોકો સૌથી વધારે કઈ-કઈ રાઈડ પસંદ કરે છે

 


મોટા લોકો આ વોટર પાર્કમાં સૌથી વધારે કોબ્રા રાઇડ, અને એકવાડીશ, એક્વાથોર ફનલ માં મજા માણે છે.

 



વોટર પાર્કમાં જંગલ સફારી, માઉન્ટેન વોટર ફોલ ,કિડ્સ બોટિંગ જેવી રાઈડ બાળકો વધારે પસંદ કરે છે. જેમાં જંગલ સફારીમાં આખું વોટર પાર્ક ફરે છે અને મજા માણે છે.

 


20 એકર જમીનમાં બનેલા એન્જોય સિટીમાં 32 પ્રકારની વોટર પાર્ક રાઇડ સાથે એમ્યૂઝમેન્ટ પાર્ક, ક્લબ હાઉસ, થીમ પાર્ક, થીમ હોટલ રૂમ, રિવર ફ્રન્ટ, એડ્વેન્ચર પાર્ક, ક્લબ હાઉસ એમેનિટિઝ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સસ, ટેમ્પલ એમિનિટિઝ, હોટલ એમેનિટિઝ, સ્પિરિચ્યૂઅલ એક્ઝિબિશન અને ફ્લાવર ગાર્ડન જેવી એક્ટિવિટીમાં ભાગ લઇ શકાય છે.

 


20 એકર જમીનમાં બનાવેલા એન્જોય સિટી વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ટયુમ, રહેવાનું , જમવાનું , ફાસ્ટ ફૂડ, નાસ્તો, જનરલ મેડિકલ ટ્રીટમેન્ટ સિક્યોરિટી જેવી સુવિધા છે. અહીંયા બહારના નાસ્તા કે જમવા પર પ્રતિબંધ છે.

 


વોટર પાર્કમાં જંગલ સફારી, માઉન્ટેન વોટર ફોલ ,કિડ્સ બોટિંગ જેવી રાઈડ બાળકો વધારે પસંદ કરે છે. જેમાં જંગલ સફારીમાં આખું વોટર પાર્ક ફરે છે અને મજા માણે છે.

  


આ વર્ષે સોમવાર થી શનિવાર સુધીનો ટિકિટનો ભાવ 600 રૂપિયા પ્રતિવ્યક્તિ છે અને રવિવારે નો ટિકિટ ભાવ 800 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેમાં 3 ફૂટ થી નાના બાળકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

 


આ વોટર પાર્કનો સમય સવારે 10 વાગ્યા થી લઈને સાંજે 5:30 સુધીનો છે. ટિકિટ બુકિંગ માટે એન્જોય સિટીની વેબ સાઈટ પરથી પણ એડવાન્સમાં બુકિંગ કરાવી શકાય છે. આ ઉપરાંત સ્થળ પર થી પણ ટિકિટ મેળવી શકાય છે.

No comments:

Post a Comment

Feature post.

Varshik Parixa aayojan file 2025

  Varshik Parixa aayojan file 2025 DiskDigger can undelete and recover lost photos and images from your memory card or internal memory. No r...

Popular post