Join Whatsapp Group

Tuesday, June 27, 2023

ગુજરાતમાં મેઘાનું ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?


રાજ્યમાં ફરી ચોમાસું જામશે, ભારેથી અતિભારે વરસાદની સંભાવના.







Extreme Weather Alert: મેઘરાજાનો તોફાની બેટિંગનો મૂડ! તારીખો સાથે રેડ એલર્ટ સુધીની આગાહી




Gujarat Rain: આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ અને ક્યાં અપાયું ઓરેન્જ

વરસાદ

આગાહી




Latest updates ⤵️⤵️







ગુજરાતમાં મેઘાનું ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?






ગુજરાતમાં જળબંબાકાર બાદ મેઘરાજાના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલનું પૂર્વાનુમાનમેઘ તાડવ



અમદાવાદનો પ્રથમ વરસાદ અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. ધોધમાર પડેલા વરસાદે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા એટલે AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા.
ગુજરાતમાં મેઘાનું  ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
Monsoon news

Gujarat Monsoon 2023

ગુજરાતમાં ચોમાસાના આગમનના બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાત કરીએ આણંદની તો આણંદમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો કચ્છના ગાંધીધામના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા. દ્વારકાના ખાંભળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા અને મોટી ખોખરીમાં વરસાદ વરસ્યો છે.

ખેડાના નડિયાદમાં  પવન સાથે વરસાદ વરસ્યો




ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. નડિયાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. ભારે ઉકળાટ અને ગરમી પછી વરસાદથી લોકોને રાહત મળી. વડોદરા શહેર અને પાદરામાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર, અકોટા અને જામ્બુઆ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.

પ્રથમ વરસાદમાં અમદાવાદ પાણી પાણી

અમદાવાદનો પ્રથમ વરસાદ અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. ધોધમાર પડેલા વરસાદે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા એટલે AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. ધોધમાર વરસાદથી રોડ પાણીમાં ગરકાવ થયા હતા. જેથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લાખો રૂપિયાના ખર્ચે AMC પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના દાવા કરે છે. પરંતુ પ્રથમ વરસાદ બાદની સ્થિતિ જોતા લાગે છે આ તમામ કામગીરી માત્ર કાગળ પર જ છે કેમ અમદાવાદમાં વરસાદ બાદ રોડ પર નીકળવું એટલે જીવનું જોખમ નક્કી છે.

આણંદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

આણંદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગામડી વાડ ચાર રસ્તા, લક્ષ્મી ચાર રસ્તા, ભાલેજ અને લોટિયા-ભાગોળમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો વડોદરામાં પણ ધોધમાર વરસાદથી રાવપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. માંજલપરુ અને MS યુનિવર્સિટીના ગેટ પાસે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. વડોદરાના ફતેપુરાથી અજબડી મિલ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા રોડ પર ખોદેલા ખાડા પાણીમાં ગરકાવ થયા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી. પાલિકાએ ખોદેલા ખાડામાં એક કાર ફસાઈ હતી. ખાડાના લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ

મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદથી લઈને આણંદ સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વડોદરા, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા આવ્યો તો આણંદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહ્યા. તો વડોદરા શહેર અને પાદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાટનગર ગાંધીનગરમાં પણ આજે મેઘરાજાએ પધરામણી કરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં સારી વાવાણીની આશા જાગી છે.

ખેડાના નડિયાદના નિચાણવાળા વિસ્તારમાં વધી મુશ્કેલી

ધોધમાર વરસાદથી નડિયાદમાં જ્યાં જુઓ ત્યા બસ પાણી જ પાણી જોવા મળ્યું. મુશળધાર વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ. ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા રોડ-રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. નડિયાદના રબારી વાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થયા. પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂનની પોલ ખોલી તો હાઈવે પર ભારે વરસાદથી વિઝિબિલીટી ઘટી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી


મોરબીમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ

મોરબીમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી મોરબીના રસ્તા નદી ફેરવાયા. પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ જતાં તંત્રના દાવાની પોલ ખુલી છે. મોરબીના શનાળા, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપર અરૂણદયનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.

ઉપલેટામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના ભાયાવદર, પાનેલી, મોજીરા, ગઢાળા, અરણી, ખીરસરા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા ખૂબ વરસ્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી આવી ગયા છે. ખેતરોમાં પણ વરસાદી પાણીથી તરબતર થયા છે. દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વહેલી સવારથી એકદમ વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજાએ મહેર

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે મેઘરાજાએ મહેર કરી છે. હવામાન વિભાગે આપેલા યલો અલર્ટની વચ્ચે રાજકોટ, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદ પડ્યો. રાજકોટ શહેરની સાથે સાથે ધોરાજી, જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા, મોટી ખોખરીમાં વરસાદ આવ્યો. જામનગરમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. તો કચ્છના ગાંધીધામ અને અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના યલો અલર્ટ વચ્ચે આજ સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજ સવારથી જ સારો વરસાદ પડી રહ્યો છે. તાપીના વ્યારા, વાલોડ સહિતના તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા. તાપીના વ્યારા બજાર, મિશન નાકામાં વરસાદી માહોલ જોવા મળ્યો.

દમણ અને દાદરાનગર હવેલીમાં તથા બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી વરસાદ શરૂ

દમણ અને દાદરાનગર હવેલીમાં ધમકેદર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેલવાસમાં 3 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ અને દમણમાં 4-4 ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદથી સેલવાસના રસ્તાઓ પર પાણી ભરાયા છે.




તો વલસાડના તાલુકાઓમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદના કારણે રસ્તા પર પાણીનો ભરાવો થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સારી વાત એ છે, કે આ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે વરસાદ આવતા ખેડૂતો સારી વાવણીની શક્યતા જોઈને આનંદમાં છે.

No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post