Somnath Movie Teaser વિશે
ગુજરાતનો ઈતિહાસ અતિ ભવ્ય છે. તેમાં પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે. કેવી રીતે સોનાનું મંદિર લૂંટી લેવાયું અને ઐતિહાસિક વારસાને તબાહ કરી દેવાયું. ત્યારે હવે આ ભવ્ય ઈતિહાસ પર ફિલ્મ બનવા જઈ રહી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ The Battle Story of Somnath ફિલ્મ 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ત્યારે આ ફિલ્મ Somnath Movie Teaser આવી ગયું છે. હાલ આ ટીઝર ચારે તરફ વખાણાઈ રહ્યું છે. જેમાં સોમનાથ મંદિર પર થયેલા હુમલાની કહાની દર્શાવવામાં આવી છે.
ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ નુ ડાયરેક્શન અનુપ થાપા કરી રહ્યું છે. 15 જુલાઈ, 2023 ના રોજ શ્રાવણના પહેલા શિવરાત્રિએ નિર્માતા મનીષ મિશ્રા અને રંજીત શર્માએ પોતાની આ ફિલ્મની જાહેરાત કરી છે. અનુપ થાપા મિશન લૈલા અને યે મર્દ બિચારા જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરાયેલા હુમલાની વિશે વર્ણવા માં આવી છે. પરંતુ આ ઈતિહાસને ક્યારેય મોટા પડદા પર આલંકિત કરાયુ નથી. પહેલીવાર તેના પર ફિલ્મ બની છે.
‘The Battle Story of Somnath’ છે ખાસ
ફિલ્મનું એનિમેટેડ ટીઝર રિલીઝ થયું છે. જેમાં ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળે છે. 1.42 મિનિટના આ ટીઝરમાં આક્રમણકારી મહમૂદના સોમનાથ મંદિર પર હુમલાથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલના ફરીથી મંદિર નિર્માણ કરાયાની એક ઝલક દર્શાવવામાં આવી છે.
આટલી ભાષામાં રજૂ થશે ફિલ્મ
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ પેન ઈન્ડિયાની ફિલ્મ છે. જે હિન્દી, તેલુગુ સહિત 12 જુદી જુદી ભાષાઓમાં રીલીઝ થશે. ફિલ્મના ડાયરેક્ટર જણાવે છે કે, આ સ્ટોરીમાં ઓડિયન્સ સામે ભારતનો ઈતિહાસ લાગશે. જેને લોકોએ ભુલાવી દીધો છે, અથવા તો ઈતિહાસ કારોએ તેને ખોટી રીતે બતાવે છે. આ ઘટના વિશે દરેક ભારતીયએ જાણવુ જરૂરી છે. હજી સુધી ફિલ્મની રિલીઝ ની તારીખ જાહેર કરાઈ નછી. પરંતુ હાલ તેના પર કામ ચાલી રહ્યું છે.
સોમનાથ મંદિરનો ઈતિહાસ
સોમનાથ મંદિર પર 1024 માં મોહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. એ સમયે સંપૂર્ણ મંદિર સૂવર્ણથી જડેલુ હતુ. ત્યારે ગઝનીએ મંદિર પર આક્રમણ કરી બધુ જ સોનું લૂંટી ગયો હતો. જેમાં મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર સમા દરવાજા પણ લૂંટીને લઈ ગયો હતો. ખાસ વાત એ છે કે, આ દરવાજા ચાંદીના બનેલા અને હીરાજડિત હતા.
અગત્યની લિન્ક
સોમનાથ મંદિર પર ગઝનવી એ ક્યારે આક્રમણ કર્યું હતું ?
1024 માં
ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ મૂવી કેટલી ભાષામાં રીલીઝ થશે ?
12 ભાષામાં