Aadhar Card Update: આધાર કેન્દ્ર પર જવાની જરૂરત નથી, ઘરે બેઠા અપડેટ કરી શકો છો તમારું આધાર કાર્ડ સ્ટેપ બાય સ્ટેપ
Aadhar Card Update: આધાર કાર્ડ આપણા માટે એક જરૂરી દસ્તાવેજ છે જે તમને ભારતીય હોવાની ઓળખ ની પ્રમાણ સાથે ઘણા અન્ય લાભ પણ આપે છે. આનો વાપર આપણે સરકારી કાર્યો, બેન્કના કાર્યો અને ઓળખ પત્ર અથવા આઇડેન્ટી કાર્ડ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તેથી જરૂરી છે કે આને અપડેટ રાખવામાં આવે અને સરકાર પણ આની પર મહત્વ આપતી રહે છે.
આધાર કાર્ડ નું મહત્વ
આધાર કાર્ડ ભારતીયો માટે એક જરૂરી દસ્તાવેજ છે, દરમિયાન પોતાના આધારને અપડેટ રાખવુ આવશ્યક છે. આ સૌથી જરૂરી ઓળખ ડોક્યુમેન્ટસ પૈકીનું એક છે.
આધાર કાર્ડ નો ઉપયોગ કેવી રીતે થાય છે ?(Aadhar Card Update)
આધાર કાર્ડનો ઉપયોગ બેન્ક, નાણાકીય સેવાઓ, પાસપોર્ટ અને તમામ સરકારી સેવાઓ સહિત તમામ આવશ્યક કામો માટે એક ઓળખ પત્ર તરીકે સ્વીકાર કરવામાં આવે છે. તેથી આપના આધારને અપડેટ રાખવુ આવશ્યક છે.
આધારકાર્ડ કેટલા વર્ષ પછી અપડેટ કરવું પડે છે ?
અન્ય સરકારી કામો જેમકે તમારુ સરનામુ કે ફોન નંબરમાં કોઈપણ પ્રકારના પરિવર્તનના કમો હોય તો તમારે તમારા આધાર કાર્ડમાં પણ અપડેટ કરવુ આવશ્યક છે. આ માટે સરકાર સુરક્ષા કારણોસર આધાર કાર્ડ ધારકોને દર 10 વર્ષે આધાર પર પોતાની બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની સુચના પણ આપે છે. આ ઓનલાઈન નહીં કરી શકાય. આધાર કાર્ડ ધારકોએ આની માટે આધાર સેવા કેન્દ્રો પર જવુ પડશે.
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલી ફી ચૂકવી પડે છે ?
પોતાના આધાર કાર્ડને સરનામા કે ઓનલાઈન અપડેટ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવણી કરવી પડશે. દરમિયાન તમારે જાણી લેવુ જોઈએ કે UIDAI તમને કઈ-કઈ સેવા આપે છે. તમે આ આવશ્યક વાતોનું ધ્યાન રાખી શકો છો.
આઈડી પ્રૂફ અથવા એડ્રેસ વેરિફિકેશન લેટરની આવશ્યકતા
UIDAI વેબસાઈટ નાગરિકોને યોગ્ય દસ્તાવેજો અપડેટની સાથે પોતાના આધાર કાર્ડ પર સરનામુ બદલવાની છૂટ આપે છે. આ માટે નાગરિકોએ માન્ય સરનામા આઈડી પ્રૂફ અથવા એડ્રેસ વેરિફિકેશન લેટરની આવશ્યકતા છે. આ દસ્તાવેજો આધાર પર તમારું સરનામું ઑનલાઇન અપડેટ/બદલવા માટે ફરજિયાત છે.
તમે આધારમાં કરવામાં આવેલા કોઈ પણ અપડેટ/પરિવર્તનની પરિસ્થિતિ તપાસી શકો છો. જેમાં આધાર સેવા કેન્દ્રમાં કરવામાં આવેલા પરિવર્તન/અપડેટ પણ સામેલ છે.
તમે તમારા આધારમાં કરવામાં આવેલા અપડેટની માહિતી કેવી રીતે જોઈ શકો છો ?
- તમે તમારા આધારમાં કરવામાં આવેલા અપડેટની માહિતી પણ જોઈ શકો છો. આવુ ‘આધાર અપડેટ હિસ્ટ્રી’માં જઈને કરી શકાય છે.
- યુઝર્સ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર પણ કરી શકે છે.
- નજીકના આધાર સેવા કેન્દ્રની માહિતી મેળવી શકો છો.
- આધાર સેવા કેન્દ્ર માટે એપોઈન્ટમેન્ટ બુક પણ કરાવી શકો છો.
- તમે તમારા આધાર કાર્ડની માન્યતા ચકાસી પણ શકો છો.
- પોતાના આધાર સાથેના દુરુપયોગ સંબંધિત ફરિયાદ પણ નોંધા કરી શકો છો.
mAadhaar એપ નો ઉપયોગ (Aadhar Card Update)
એમ-આધાર વેબસાઈટથી આપના ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ભારતમાં સ્માર્ટફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ mAadhaar એપ ઈન્સ્ટોલ અને વાપર કરી શકે છે. આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર સિવાય નિવાસી માત્ર અમુક જ સેવાઓનો ફાયદો ઉઠાવી શકશે, જેમ કે આધાર રિપ્રિન્ટનો નિર્દેશ આપવો, નોંધણી કેન્દ્ર શોધવુ, આધાર ચકાસણી, QR કોડ સ્કેન કરવો વગેરે.
mAadhaar માં પ્રોફાઈલ બનાવવી અને ડિજિટલ ઓળખ તરીકે વાપર કરવા અને અન્ય તમામ આધાર સેવાઓનો ફાયદો ઉઠાવવા માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અનિવાર્ય છે. જે માટે mAadhaar હેઠળ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરની આવશ્યકતા પડે છે. mAadhaarમાં પ્રોફાઈલ બનાવવા માટે ઓટીપી માત્ર તેમના રજિસ્ટ્રેશન મોબાઈલ પર મોકલવામાં આવશે. પોતાના ઈ-આધારનો પાસવર્ડ પણ બદલી શકે છે.
UIDAI એ આધાર કેન્દ્રો શરૂ કર્યા છે
તમારે આધારકાર્ડ અપડેટ છે અને તમરા કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ છે, જેને તમે સુધારો કરવા માગો છો ? તો હવે તેના માટે તમે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો. ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI) એ ઘણા શહેરોમાં આધાર સેવા કેન્દ્ર ઓપન કર્યુ છે. આ સેવા કેન્દ્ર પાસપોર્ટ કેન્દ્રની જેમ જ કાર્ય કરશે. જ્યાં તમે તમારુ નવુ આધારા બનાવવા સિવાય પોતાનું નામ અપડેટ, અડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેનલ આઈડી અપડેટ, જન્મતિથિ અપડેટ, જેન્ડર અપડેટ અને બાયોમીટ્રિક અપટેડ (ફોટો + ફિંગરપ્રિન્ટ + આઈરિસ) અન્ય કામો કરાવી શકો છો.
આધારકાર્ડ કાઢવાની રીત સ્ટેપ બાય સ્ટેપ
આ સેવા હેઠળ આધાર સેવા કેન્દ્ર પર તમારી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવા માટે
- સૌ પ્રથમ તમે UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર વિઝિટ કરો.
- જ્યાં હોમ પેજ ખુલશે. તેમાં પ્રથમ સેક્શન છે My Aadhaar પર mouse cursor રાખો અને નીચે બીજા નંબર પર Book an Appointment ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો,
- હવે બુકિંગનું પેજ ખુલશે. જ્યાં તમારુ સિટી અથવા લોકેશનને પસંદ કરો. હવે નવા પેજની પોતાની આવશ્યકતા પ્રમાણે સેવાને પસંદ કરો.
- આ જગ્યાએ મોબાઈલ નંબર અને કેપ્ચા ભરવાનું રહેશે. ત્યારબાદ OTP જનરેટ થશે
- OTP વેરિફિકેશન પછી બીજુ પેજ ખુળશે જ્યાં તમારી પાસે માગવામાં આવેલી જાણકારી ભરીને NEXT બટન પર ક્લિક કરો
- ત્યારબાદ બીજુ પેજ ખુલશે જેમાં તમે તમારા હિસાબથી દિવસ અને સમયને પસંદ કરી શકો છો
- આગળના પેજમાં તમને તમારી એપોઈન્ટમેન્ટ સંબંધિત જાણકારી દેખાશે. જાણકારી સાચી હોવા પર તેને સબમિટ કરી દો. તમારી સામે તમારી અપોઈન્ટમેન્ટ ડિટેલ આવી જશે.
આપના દેશમાં કેટલાક લોકો પાસે આધારકાર્ડ છે ?
ડિસેમ્બર 2019માં યૂનિક આઈજેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ જાહેર આંકડાઓ ના પ્રમાણે દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડવો | અહી ક્લિક કરો |
No comments:
Post a Comment