Join Whatsapp Group

Sunday, July 16, 2023

ખેલ સહાયક ભરતી: શાળાઓમા થશે ખેલ સહાયક શિક્ષકોની ભરતી, આ ઉમેદવારો આપી શકસે પરીક્ષા

 

ખેલ સહાયક ભરતી: શાળાઓમા થશે ખેલ સહાયક શિક્ષકોની ભરતી, આ ઉમેદવારો આપી શકસે પરીક્ષા


ખેલ સહાયક ભરતી: ખેલ અભિરૂચી કસોટી SAT: પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવનાર છે. શાળાઓમા રમત ગમત અને શારીરિક શિક્ષણ મા પણ વિદ્યાર્થીઓ આગળ વધી શકે તે માટે અન્ય વિષયોની સાથે સાથે હવે શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયકોની ભરતી કરવાનો પણ નિર્ણય કરવામા આવ્યો છે.


 ખેલ સહાયક ની ભરતી માટે SAT એટલે કે Sports Aptitude Test (SAT) – 2023 પાસ કરવાની રહેશે. ખેલ અભિરૂચી કસોટી ની ડીટેઇલ માહિતી મેળવીએ.

ખેલ અભિરૂચી કસોટી SAT અગત્યની તારીખો

વિગતતારીખ
જાહેરનામુ પ્રસિધ્ધ થવાની તારીખ13/7/2023
વર્તમાન પત્રોમા જાહેરાત14/7/2023
ફોર્મ ભરવાની તારીખો19/7/2023 થી 4/8/2023
ફી ભરવાનો સમયગાળો19/7/2023 થી 5/8/2023
પરીક્ષા તારીખ20/8/2023

ખેલ સહાયક ભરતી

શૈક્ષણિક લાયકાત

પ્રાથમિ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ખેલ સહાયક ની ભરતી માટે લેવામા આવનાર ખેલ અભિરૂચી કસોટી SAT માટે નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો ફોર્મ ભરી શકસે.


માન્ય યુનિવર્સિટીના કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P.ED/D.P.ED/B.P.ED

અથવા

  • B.A. IN YOGA

અથવા

  • B.SC IN YOGA

અથવા

  • B.P.E.

વય મર્યાદા

પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ખેલ સહાયક તરીકે નિમણૂંંક મેળવનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષ થી વધુ હોવી જોઇએ નહિ.

ખેલ અભિરૂચી કસોટી SAT અભ્યાસક્રમ

  • આ કસોટી માટે કુલ 100 પ્રશ્નો રહેશે અને કુલ સમય 90 મિનિટનો રહેશે.
  • આ કસોટી માટે કોઇ નેગેટીવ માર્કીંગ રહેશે નહિ.
  • તમામ પ્રશ્નો MCQ બહુવિકલ્પ પ્રકારના રહેશે.

આ કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

  • રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારીત પ્રશ્નો (70 પ્રશ્નો) (70 ગુણ)
  • બાળ વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો (20 પ્રશ્નો) (20 ગુણ)
  • સામનય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી (10 પ્રશ્નો) (10 ગુણ)

આ કસોટીમા ઓછા મા ઓછા 50 % એટલે કે 50 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણવામા આવશે.

ઓનલાઇન ફોર્મ પ્રોસેસ

આ કસોટી માટેના ફોર્મ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://www.sebexam.org/ પર તા. 19/7/2023 થી 4/8/2023 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. આ માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ આ કસોટી માટેનુ નોટીફીકેશન ડાઉનલોડ કરી જરૂરી વિગતો નો કાળજીપૂર્વક ડીટેઇલ અભ્યાસ કરી લો.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજી મા ભરવાનુ રહેશે.
  • ફોર્મ કાળજીપૂર્વક કોઇ ભૂલ ન રહે તે રીતે ભરવાનુ રહેશે. નામ,અટક,જન્મ તારીખ વગેરે વિગતોમા પાછળથી કોઇ સૂધારો કરી આપવામા આવશે નહિ.
  • સૌ પ્રથમ Apply Online પર ક્લીક કરી આ કસોટી માટેનુ ફોર્મ ખોલો.
  • ત્યારબાદ તમે જે માધ્યમ મા આ કસોટી આપવા માંગતા હોય તે માધ્યમ સીલેકટ કરો.
  • ત્યારબાદ ના ઓપ્શન મા તમારી પર્સનલ ડીટેઇલ કાળજીપૂર્વક ભરો.
  • ત્યારબાદ ઓપ્શન મા તમારી એજયુકેશનલ ક્વોલીફીકેશન ની વિગતો ભરો.
  • ત્યારબાદ તમારી એપ્લીકેશન સેવ કરી અને આગળ વધો.
  • ત્યારબાદ તમારો સ્કેમ કરેલો ફોટો અને સહિ અપલોડ કરો.
  • ત્યારબાદ તમારુ ફોર્મ કન્ફર્મ કરી સેવ કરો અને ફાઇનલ સબમીટ આપી આ ફોર્મ ની પ્રીંટ કાઢી લો.
  • હવે નિયત પરીક્ષા ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરો.

અગત્યની લીંક

ખેલ અભિરૂચી કસોટી SAT ડીટેઇલ નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મઅહિં ક્લીક કરો
ખેલ સહાયક ભરતી
ખેલ સહાયક ભરતી

No comments:

Post a Comment

Feature post.

Rajkot Municipal corporation Recruitment 2025

Rajkot Municipal Corporation has invited online applications for the recruitment of 825 Apprentice Posts 2025. Organization Rajkot Municipal...

Popular post