CHANDRAYAN 3 LAUNCHING: ચંદ્રયાન 3 ના લોન્ચિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના આકાશ અને તટ ઉપર કઈ રસમય ચીજો જોવા મળી હતી ?
CHANDRAYAN 3 LAUNCHING: ઇસરો દ્વારા ૧૪ જુલાઈ, ૨૦૨૩ના રોજે બપોર ૨.૩૫ કલાકે એલ.એમ.વી.-૩ રોકેટ ના માધ્યમથી ચંદ્રયાન-૩ લૉન્ચ કર્યું તે પછી ઑસ્ટ્રેલિયાના આકાશમાં ભૂરા રંગની રહસ્યમય રોશની દેખાઈ હતી તેના કારણે ઑસ્ટ્રેલિયાના લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા
તેની પહેલી તસવીર ટ્વિટર ઉપર મેસેચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટ ઑફ ટેક્નોલોજીના એસ્ટ્રોનોમી વિભાગના પ્રોફેસર ડીલન ઓડોનીએ સૌથી પહેલા મુકી છે. તેઓ યુ ટયુબ ઉપર ‘લૉન્ચિંગ’ લાઇવ જોઈ રહ્યા હતા તે વખતે ઓસ્ટ્રેલિયામાં રાત પડી ગઈ હતી ત્યાં લૉન્ચિંગના અર્ધા કલાક (૩૦ મિનિટ) બાદ અંધારા આકાશમાં એકાએક ભૂરો પ્રકાશ નજરે પડ્યો હતો અને તે આગળ જઈ રહ્યો હતો.
કયા ઓસ્ટ્રેલિયા કંપની એ ટ્વીટ કરી માહિતી આપી હતી ? (CHANDRAYAN 3 LAUNCHING)
ઑસ્ટ્રેલિયાની ખાનગી સ્પેસ કંપની ‘ગિલમોર સ્પેસ’ ના દ્વારા તે પ્રકાશ ટ્વિટ કરતા સમય જણાવ્યું કે, ‘આ પ્રકાશ તે સમયે દેખાયો હતો જે વખતે એલવીએમ-૩ રોકેટનો ત્રીજો સ્ટેજ ચંદ્રયાન-૩થી છુટ્ટો પડી ગયો હતો અને તે નિષ્ક્રિય થઈ રહ્યો હતો.
તેમાં બચેલા કેટલાક ગેસોનું વાયુમંડળ ઉપરનું રીએકશન પણ હોઈ શકે તેથી આ ભૂરો પ્રકાશ દેખાતો હશે.’
બીજી તસ્વીર પણ વાયરલ થઈ હતી
આ ઉપરાંત વધુ એક તસ્વીર વાયરલ થઈ રહી હતી કે જેમાં એક ઘરની પાછળ ના ભાગમાં પર્વતો દેખાતા હતા તેમાં તે પ્રકાશ સ્ટેજવાઇઝ આગળ વધતો દેખાતો રહી હતી. તે તસવીર લાંબા ટાઈમ સુધી ‘શૂટ’ કરાઈ રહી હતી તેમાં ચંદ્રયાન-૩ની મુવમેન્ટ પણ દેખાતી હતી.
નળાકારની ધાતુનું પરીક્ષણ
ધાતુના આ નળાકારનો વ્યાસ અને ઉચાઈ બંને આશરે ૨ મીટર જેટલી લંબાઈ છે. તે લાંબા સમય સુધી પાણીમાં પડી રહ્યો હોઈ તે ઇશરોના પોલાર સ્ટેટ લૉન્ચ વ્હિકલ (પીએસએલવી)નો ભાગ હોવાની સંભાવના નથી. હવે તે નળાકારની ધાતુનું પરીક્ષણ કરાશે.
શ્રી હરિકોટા ઉપરથી રોકેટ લૉન્ચ કરાયું ત્યારે ઓસ્ટ્રેલિયામાં સાંજના સાડા સાત વાગ્યા હતા ત્યારે આકાશમાં ભૂરો પ્રકાશ દેખાયો હતો.
big.
ચંદ્ર પર ક્યાં ક્યાં તત્વો અને સું સુ મળ્યું જોવા માટે અહીં ક્લિક કરો
સાઈકલથી ચંદ્ર સુધીના 60 વર્ષની સફર ગુજરાતીમાં વાચવા માટે અહીં ક્લિક કરો
આ બંને ઘટનાઓ રહસ્યમય તરીકે કહેવાય કેટલાકને તે આશંકા છે કે તે ધાતુનો નળાકાર કોઈ એલિયન સ્પેસ-શિપનો પણ હોવાની શક્યતા છે. સાથે ફરી એક વખત તે એલિયન્સનું યુએફઓ હોવાની સંભાવના ઉભી થાય છે.
No comments:
Post a Comment