Income Tax New Slab Rate : સરકારે લીધો મહત્વનો નિર્ણય, આટલી મોટી રકમ પર પણ ટેક્સ નહીં ભરવો પડે
PPF અને EPS પર ટેક્સ લાગશે નહીં જાણો કેવી રીતે-
આ સિવાય PPF ના પૈસા પર પણ કોઈ ટેક્સ નથી. આના પર મળતું વ્યાજ, પાકતો સમય પૂરી થવા પર મળેલી રકમ, ત્રણેય કરમુક્ત છે. આ સાથે, જો કર્મચારી 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી પોતાનો EPF ઉપાડી લે છે, તો તેણે આ રકમ ની કિંમત પર પણ ટેક્સ ચુકવણી કરવી પડશે નહીં.
આવી આપણને મળવાની ભેટો પર કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં-
આ સિવાય જો તમને તમારા માતા-પિતા પાસેથી કોઈ પારિવારિક સંપત્તિ, રોકડ અથવા ઘરેણાં પ્રાપ્ત થયા છે, તો તે ટેક્સમાંથી મુક્ત છે. આવી મળેલી ભેટો પર કોઈ ટેક્સ નથી. જો તે તેના માતા-પિતા પાસેથી મળેલી રકમનું રોકાણ કરીને કમાણી કરવા માંગે છે, તો તેણે તેમાંથી મળેલી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.
2. નવી કર વ્યવસ્થા ના નિયમ-
નવી કર વ્યવસ્થા એ ડિફોલ્ટ ટેક્સ શાસન છે. આમાં 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 7 લાખ સુધીની કમાણી કરનારાઓને ટેક્સ રિબેટ મળશે, ત્યારબાદ તેમણે પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment