નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણાં નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 25 માટે સરકારનો કુલ ખર્ચ 12000 કરોડ રૂપિયા ખર્ચો થશે. આ નવા નાણાકીય વર્ષ ના પ્રથમ દિવસ એટલે કે એક એપ્રિલ 2024 થી અમલમાં આવશે.
નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ થી શરૂ થવા જઈ રહ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાંનો એક મોટો ફેરફાર પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના સાથે સંબંધિત છે.
ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 202425 દરમિયાન એલપીજી ગેસ સિલિન્ડર પર ₹300 નું ડિસ્કાઉન્ટ મળતું રહેશે. તમને જણાવી દઈએ કે આ સબસીડી મુક્તિ 31 માર્ચ 2024 સુધી હતી, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહત ને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે એક એપ્રિલ 2024 થી અમલમાં આવશે.
LPG સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચપટી વગાડતાં જ જણાવી દેશે
12 સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ
તમને જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 રીફીલ આપવામાં આવે છે. આ અંતર્ગત 14.2 kg ના સિલિન્ડર પર ₹300 ની સબસીડી આપવામાં આવશે. સબસીડી લાયક લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ રીતે ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતા ₹300 સસ્તો ગેસ સિલિન્ડર મળશે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 25 માટે સરકારનો કુલ ખર્ચ 12 હજાર કરોડ રૂપિયા રહેશે
2016 માં થઈ હતી યોજનાની શરૂઆત.
ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા મેં 2016માં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના શરૂ કરી હતી. આ યોજનામાં એક માર્ચ 2024 સુધી 10.27 કરોડથી વધુ લાભાર્થીઓ છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત તેની એલપીજી જરૂરિયાતના લગભગ ૬૦ ટકા આયાત કરે છે. ઉજ્વલા યોજના ના લાભાર્થીઓના ગ્રાહકો નો સરેરાશ એલપીજી વપરાશ 29% વધીને 2019-20માં ત્રણ પોઇન્ટ ઝીરો એક રિફિલ્સના પ્રમાણમાં 2023 24 માટે 3.87 રિફિલ થયો છે.
100 રૂપિયા સસ્તો સિલિન્ડર
8 માર્ચ 2024 ના મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડર સો રૂપિયા સસ્તુ કર્યું હતું. આ ડિસ્કાઉન્ટ સાથે હવે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળે છે.
💥આને પણ વાંચો તમારા ખાતામાં ગેસ સબસીડી જમા થાય છે કે નહીં? કેવી રીતે ચેક કરવું. જાણો સંપૂર્ણ પ્રોસેસ. અહીં ક્લિક કરો
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment