કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર
કોમન એન્ટ્રસ ટેસ્ટ CET જૂન 2024-25 થી શરૂ થતાં વર્ષ માટેની પ્રવેશ પરીક્ષા 30-3-2024 ના રોજ યોજાશે.
રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
અગત્યની તારીખ
જાહેરનામું બહાર પાડવાની તારીખ : 25/01/2024
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 29/01/2024 થી 09/02/2024
પરીક્ષા તારીખ : 30/03/2024
પરીક્ષા માટેની યોગ્યતાઃ-
- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
- સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષા કેન્દ્ર:
> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ
> આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
- ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.
શાળા પસંદગી:-
- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું
રહેશે.
*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25)*
*રજીસ્ટ્રેશન*
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615 પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.
LATEST UPDATES
2025-26
કોમન એન્ટ્રેસ ટેસ્ટ અને જ્ઞાન સાધનાનું live પ્રસારણ સમય પત્રક.
Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો
CET ખાસ
તા. 31/08/2024 ના રોજ થી CET ચોઈસ ફિલિંગ શરૂ થશે.04/09/2024 સુધી પૂર્ણ કરવાની છે...
આવતીકાલે સવારે 9-00 કલાકથી ચોઈસ શરૂ થશે..
CET કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ માં મેરીટ માં આવેલા બાળકોનું રજીસ્ટ્રેશન કરેલ હતું તેમનું યોજના પસંદ ચોઈસ ફીલિંગ આવતીકાલે નવ વાગે ચાલુ થશે.
અગત્યની લીંક
અગત્યની લીંક
પરિણામ
Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.
જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનાની હોલટીકીટ Swiftchat એપ મદદથી ડાઉડલોડ કરી શકાશે. લિંક ટુક સમયમાં આવશે.
Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.
Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાની તૈયારી માટે અગત્યના વિડિયો.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર