Join Whatsapp Group

Tuesday, September 24, 2024

Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ

 

Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ 

પ્રશ્ન 23 : શું શાળા દ્વારા પણ E KYC થઈ શકે ?

જવાબ : હા,  PDS ગુજરાત એપથી શાળા દ્વારા ફક્ત 5 મિનિટમાં રેશનકાર્ડ E KYC કરી શકાય છે. એના માટે નીચેનો વિડીયો જુઓ.

પ્રશ્ન 24 : PDS ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લીંક 

જવાબ : https://play.google.com/store/apps/details?id=nic.gjfcs.pdsplus

https://youtu.be/7Wb5bl7AbvM?si=59wo8Hr3OX63kOOv

1. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવામાં સમસ્યા આવી રહી છે. અથવા નવો પાસવર્ડ બનતો નથી. 

જવાબ : પાસવર્ડ માટે નીચે મુજબની પોલિસી અનુસરો તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં.

*તમામ User એ "Password Policy" મુજબ જ પાસવર્ડ રાખવાનો રહેશે. પાસવર્ડ રાખવાની Requirement નીચે મુજબ છે.*

*૧. પાસવર્ડ ૮ થી ૨૦ Character સુધીનો જ રાખવાનો રહેશે.*

*૨. પાસવર્ડમાં એક Capital Character તથા એક Small Character તથા એક Number હોવો જરૂરી છે.*

*૩. પાસવર્ડમાં "@,#,?,$" આ સ્પેશીયલ Character પૈકી કોઇ એક હોવુ જરૂરી છે.*

*૪. પાસવર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેઇલ એડ્રેશ રાખી શકાશે નહિ તેમજ મોબાઇલ નંબર કે ઇમેઇલનું Partially Text પણ રાખી શકાશે નહિ.*

*૫. કોમન પાસવર્ડ જેવાકે Abc@123,  xyz@123, 123456789, 123, 789 વિગેરે રાખી શકાશે નહિ.*

*૬. પાસવર્ડમાં ABC, DEF, XYZ, 123, 456, 789 જેવી સળંગ Sequence રાખી શકાશે નહિ*

2. શું ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં પાસવર્ડ બદલવાનો થાય છે ? 

જવાબ : હા, દરેક શાળાએ હાલ પોતાનો પાસવર્ડ એકવાર બદલો જરૂરી છે.

3. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવા માટે શું કરવું ?

જવાબ : તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.

તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.

4. આચાર્ય નો મોબાઇલ નંબર અને નામ બદલવું છે તો કઈ રીતે બદલી શકાય ?

જવાબ : ડિજિટલ ગુજરાતમાં લોગીન કર્યા બાદ Help મેનુ માં જઈ update principal mobile number and name પર ક્લિક કરી વિગતો ભરી સેવ કરવાથી આચાર્યશ્રીનો મોબાઈલ નંબર અને નામ બદલી શકાય છે. 

5. ડિજિટલ ગુજરાતમાં દિવસમાં બીજી વખત લોગીન કરીએ ત્યારે ઓટીપી આવતો નથી ?

જવાબ : મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં તમે દિવસમાં પ્રથમ વાર લોગીન કરો છો ત્યારે જે ઓટીપી આવે છે એ જ ઓટીપી આખો દિવસ સુધી ચાલે છે. અન્ય કોઈ ઓટીપી ની જરૂર રહેતી નથી.

6. E KYC કોના માટે ફરજિયાત છે ?

જવાબ : BCK-4 અસ્વચ્છ યોજના અને BCK 35 ધોરણ 9-10 આ બે યોજના ભારત સરકાર ની છે તેમાં E KYC ફરજિયાત છે. બક્ષીપંચ જાતિની, વિચરતી વિમુક્ત જાતિની કે જનરલ જાતિ માટે E KYC કરવાનું નથી.

7. બાળકની રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની વિગતો નાખવી ફરજીયાત છે ? 

જવાબ : હા, ચાલુ વર્ષથી બાળકનો આધારકાર્ડ વેરીફાઇ કરવું ફરજિયાત છે. ચાલુ વર્ષથી ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળકનો રેશન કાર્ડ નંબર 18 આંકડાવાળો ફરજિયાત છે. 

આથી તમામ આચાર્યશ્રીઓને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષથી ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિની તમામ યોજના અનુસૂચિત જાતિ SC,આદિજાતિ ST અને વિકસતી જાતિ OBC/SEBC તમામમાં બાળકનું રેશનકાર્ડમાં મેમ્બર ID ૧૮ અંકનું હોવું ફરજિયાત છે 

જ્યારે 

ઉપર આપેલ ફોટાવાળી યોજનાઓમાં બાળકનું રેશનકાર્ડમાં મેમ્બર ID ૧૮ અંકનું અને E-KYC બન્ને કરાવવાનું છે.

આ બાબતે તાલુકા કક્ષાએ કરેલ કેમ્પમાં પણ સ્પષ્ટતા કરેલ છે 

8. બાળકનું રેશનકાર્ડમાં નામ ન હોય તો તેના ભાઈ કે બહેન નો આઈડી નાખીએ તો ચાલે ? 

જવાબ : ના, ના શિષ્યવૃત્તિ માટે જે બાળકની દરખાસ્ત કરવાની થાય છે એ બાળકનો જ રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે એના ભાઈ કે બહેનનો નાખી શકાશે નહીં. 

9. જો બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો શું કરવું ? 

જવાબ : બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો દરેક ગામની ગ્રામ પંચાયતમાં VC હોય છે એ બાળકનું નામ રેશનકાર્ડમાં ચઢાવી આપે છે.

શાળામાંથી આચાર્યએ આપેલ જન્મ તારીખ નો દાખલો, બાળકના આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને રેશનકાર્ડ આટલું લઈને ગ્રામ પંચાયતમાં જવાથી બાળકનું નામ રેશન કાર્ડ માં દાખલ કરી શકાય છે.

10. આધારકાર્ડ મુજબ નામ અને આધારકાર્ડ નંબર નાખતા વેરિફિકેશનમાં No લખેલું આવે છે તો શું કરવું ? 

જવાબ : આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર નાખતા વેરીફાઈ કરતા જો સ્ટેટસ ન આવે તો ચાલ ટ્રેકિંગ મુજબ બાળકની જાતિ ચેક કરવી. જો બાળકની જાતે મેલ અથવા ફિમેલ લખવામાં ભૂલ કરેલ હશે તો પણ આધાર કાર્ડ વેરીફાઇ નહીં થાય. આધારકાર્ડ માં લખેલ જન્મ તારીખ અને ચાઈલ્ડ ટ્રેકિંગમાં લખેલ જન્મ તારીખ બંને અલગ હશે તો પણ વેરીફાઇ નહીં થાય. આ માટે આધાર કાર્ડ અથવા સીટીએસ માં ડેટા સુધારવો પડે.

11. બક્ષીપંચના વિદ્યાર્થીઓનું  E-Kyc સ્ટેટસ શૂન્ય(0)  બતાવતું હોય તો પણ દરખાસ્ત બની શકશે ?

જવાબ : બક્ષીપંચના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી છે.

તેમનું E-Kyc સ્ટેટસ શૂન્ય(0) બતાવતું હશે તો પણ પ્રપોઝલ સબમીટ થઈ જશે.

12. પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ લોગીન કરીએ તો લોગીન થતું નથી. 

જવાબ : પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ કરવા જાઓ અને ઇન વેલીડ પાસવર્ડ ની એરર જો આવતી હોય તો google chrome ના અંદર પાસવર્ડ મેનેજરમાં જઈ અને જુના પાસવર્ડ ની જગ્યાએ નવો પાસવર્ડ લખી સેવ આપી દો અને પછી લોગીન કરો થઈ જશે.

13. શિષ્યવૃત્તિ માટેના whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લીંક કઈ છે ?

જવાબ : https://chat.whatsapp.com/JcgvxQvvyDU4aLGEBpJGQI

14. રેશનકાર્ડમાં બાળકનું આઈડી કઈ જગ્યાએ જોવા મળશે ? 

જવાબ : રેશનકાર્ડ ના છેલ્લા પેજ પર કુટુંબના તમામ સભ્યોના નામ આપેલા હોય છે તે બાળકના નામની નીચે તેની આઇડી લખેલી હશે. 

15. રેશનકાર્ડમાં બાળકનું નામ બોલપેન થી લખેલ છે પણ તેનો આઈડી લખેલ નથી તો આઈડી મેળવવા માટે શું કરવું ?

જવાબ : રેશનકાર્ડમાં કુટુંબના સભ્ય અથવા બીજા કોઈ બાળકનું નામ ચડાવેલ હોય તે બાળકના આઈડી માં છેલ્લો અંક બદલી દેવાથી તે બાળકનું આઈડી શોધી શકાય છે. જેમ કે પ્રથમ બાળકના આઈડી પાછળ કોડ 001 છે તો એના પછી 002,003,004 એમ ટ્રાય કરવાથી બાળકનું આઈડી મળી જાય છે. 

જો આમ ન કરવું હોય તો નીચેની લીંક માં રેશનકાર્ડ નંબર નાખવાથી કુટુંબના તમામ સભ્યોના નામ અને આઈડી જોઈ શકાય છે. 

*આચાર્ય શ્રી તેમજ શિક્ષક મિત્રો*

*શિષ્યવૃત્તિ માં રેશનકાર્ડ નંબર તેમજ તેના પરથી બાળક માં રેશન કાર્ડ ID નંબર જોવા માટે નીચે લીંક દ્વારા બંને નંબર મેળવી શકશો.*

https://nfsa.gov.in/public/frmPublicGetMyRCDetails.aspx

Digital Gujarat વેબસાઈટમાં Utility માં છેલ્લું ઓપ્શન Search Ration Card માં જઈને રેશન કાર્ડ નંબર ને આધારે આખી ફેમિલી ના નામ અને નંબર જોઈ શકાય છે.

16. દરરોજ બપોરે 2 વાગ્યે વેબસાઈટ ખુલતી નથી.

જવાબ : હા, દરરોજ બપોરે 2.00  થી 2.30 વાગ્યા સુધી વેબ સાઈટ મેન્ટેનન્સમાં હોય છે એટલે કે સાઈટ બંધ હોય છે.

17. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકો માટે શિષ્યવૃતિ અરજી ફોર્મ નો નમુનો

જવાબ : https://drive.google.com/file/d/1JusPtA5MJFAGNmZrDfksfDIg61sEt7Wd/view?usp=drivesdk

18. અનુસૂચત જાતિના બાળકો માટે E KYC કરવો ફરજિયાત છે. તો E કેવાયસી કેવી રીતે કરવું એના માટે ક્યાં જવું તમામ માહિતી.

જવાબ : https://www.youtube.com/live/tZGaXCpZsME?si=8BNUvZCFq___5-k5 

19. કોઈ બાળક નું રેશનકાર્ડ માં E- KYC બાકી હોય તો તેને અપડેટ કરી શકાય કે નહી તે જણાવશો.

જવાબ : હા અપડેટ કરી શકાય છે. બધા ઓપ્શન ગ્રીન પણ થઈ જશે અને Done પણ થઈ જશે. જ્યારે E KYC થઈ જાય ત્યારે ઓપન કરી ચેક કરી લેવાનું.

20. અનુસૂચત જાતિના બાળકો માટે E KYC કરવો ફરજિયાત છે. તો E કેવાયસી માટે શું કરવું અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?

જવાબ : E KYC બે જગ્યાએ થઈ શકે છે. 1. મામલતદાર કચેરીએ અને 2. તમારા ગામની ગ્રામ પંચાયતમાં. હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી. તમારા ગામની ગ્રામ પંચાયતમાં VCE કર્મચારી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે જે તમને E KYC કરી આપશે.

E KYC માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ લઈ જવા વાલીને સૂચના આપવી.

1. બાળકનું આધાર કાર્ડની ઝેરોક્ષ

2. રેશનકાર્ડ ની ઝેરોક્ષ

3. OTP માટે વાલીનો મોબાઈલ નંબર

આટલું લઈને વાલીને ગ્રામ પંચાયતમાં મોકલી દેવાના. બાળકને લઈ જવાની જરૂર નથી.

21. કઈ કઈ જાતિના વિદ્યાર્થીઓનું EKYC કરાવવું ફરજિયાત છે ?

નીચેના ફોટામાં બતાવ્યા મુજબની સ્કીમના બાળકોનું EKYC કરાવવું ફરજિયાત છે.

22. આચાર્યની બદલી થઈ જાય ત્યારે આચાર્યનો મોબાઈલ નંબર અને નામ બદલવા માટે મોકલવાની થતી અરજીનો નમૂનો

No comments:

Post a Comment

Feature post.

Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals

  Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals : Full Gujarati Calendar Panchang of the year 2024 with all the Hindu festiva...

Popular post