Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Bal Suraksha Vibhag Bharti Gujarat । બાળ સુરક્ષા વિભાગ ભરતી ગુજરાત
સંસ્થા | બાળ સુરક્ષા વિભાગ |
પદ | અલગ અલગ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 11 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://gscps.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
બાળ સુરક્ષા વિભાગના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 11 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમણે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.
પદોના નામ:
બાળ સુરક્ષા વિભાગની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુક (રસોઈયા) તથા હાઉસકીપરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
બાળ સુરક્ષા વિભાગની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
વયમર્યાદા:
ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી પરંતુ કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
બાળ સંભાળ ગૃહની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
પગારધોરણ:
બાળ સંભાળ ગૃહની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક કેટલા રૂપિયા વેતન મળશે તેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
પદનું નામ | વેતન |
કુક (રસોઈયા) | રૂપિયા 12,026 |
હાઉસકીપર | રૂપિયા 11,767 |
અરજી પ્રક્રિયા:
- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 17 ઓક્ટોબર 2024 ના રોજ છે જેમાં રજીસ્ટ્રેશનનો સમય સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી છે.
- ઇન્ટરવ્યુનું સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ -388001 છે.
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment