Join Whatsapp Group

Sunday, October 6, 2024

TATA Motors Recruitment Gujarat:

 TATA Motors Recruitment Gujarat: ટાટા મોટર્સની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.


TATA Motors Recruitment Gujarat । ટાટા મોટર્સ ભરતી ગુજરાત

સંસ્થાટાટા મોટર્સ
પદટ્રેઈની
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ15 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.tatamotors.com/

મહત્વની તારીખો:

ટાટા મોટર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.

પદોના નામ:

ટાટા મોટર્સની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી, બિનઅનુભવી તમામ પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.

અરજી ફી:

ટાટા મોટર્સની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પગારધોરણ:

ગાડી બનાવનાર કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને દરરોજ 8 કલાક કામ કરશે તો માસિક રૂપિયા 14,500 પગાર ચુકવવામાં આવશે. જો ઉમેદવાર ઓવરટાઈમ કે એક્સટ્રા કામ કરશે તો તેને ઓવરટાઈમના પણ પૈસા આપવામાં આવશે. જે લોકો બેરોજગાર છે તેમના માટે આ ખુબજ સારો મોકો છે કારણ કે ટાટા કંપનીનો અનુભવ ભવિષ્યમાં તમને સારી નોકરી મેળવવા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે.

પસંદગી પ્રક્રિયા:

ગાડી બનાવનાર કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.

શેક્ષણિક લાયકાત:

ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ અથવા આઈટીઆઈ (કોઈપણ 2 વર્ષનો ટેક્નિકલ કોર્સ) માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

વયમર્યાદા:

ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ બેંકની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.

અરજી પ્રક્રિયા:

  • ટાટા કંપનીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
  • ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે

    આવેદન કરવા માટે જરૂરી લિંક:

    નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
    ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

    No comments:

    Post a Comment

    Feature post.

    GSEB Exam Time Table 2024

      GSEB Exam Time Table 2025:  The Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) has finally released the Gujarat Board Tim...

    Popular post