ભારતીય રેલવે ભરતી 2024, RRB Group D Recruiment 2024: રેલવે ભરતી ની રાહ જોતા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે, રેલવે બોર્ડ દ્વારા ખૂબ મોટા પાયા બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, ભારતીય રેલવેમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા લાખો યુવાઓ માટે આ એક સોનેરી તક છે. ભારતીય રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી (લેવલ-1 ) પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 32,000 થી વધુ જગ્યા માટે ભરતી કરવામાં આવશે, આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે પોસ્ટની ખાલી જગ્યા વાર વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી અરજી કરવાની અગત્યની ડેટ સીલેક્શન પ્રોસેસ, પરીક્ષાની પેટન અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે.
RRB Group D (leval 1 post ) details :
ભરતી સંસ્થા | ભારતીય રેલવે ભરતી બોર્ડ |
પોસ્ટ | ગ્રુપ ડી (લેવલ-1 ) |
advt. No. | CEN-08/2025 |
ખાલી જગ્યા | 32 હજારથી વધુ |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની અંતિમ તારીખ | 22 ફેબ્રુઆરી 2025 |
વેબસાઈટ | https://indianrailways.gov.in |
ડિપાર્ટમેન્ટ અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી.
ઉંમર મર્યાદા :
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ખાસ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, જેમાં લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 36 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.( આ ઉંમરની ગણતરી 1 જુલાઈ 2025 આધારિત કરવામાં આવશે ). ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.
કુલ જગ્યા : 32438
અરજી ફી
ભારતીય રેલવે ભરતી બોર્ડની ગ્રુપ ડી પોસ્ટ લેવલ-1 ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. ઉમેદવારે આ અરજી ફી ઓનલાઈન માધ્યમથી ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા ઓનલાઇન કરવાની રહેશે.
કેટેગરી | અરજી ફી | રિફંડ ફી |
જનરલ /OBC / EWS | ₹500 | ₹400 |
SC/ST / મહિલા ઉમેદવાર | ₹250 | ₹250 |
શૈક્ષણિક લાયકાત :
ભારતીય રેલવે ભરતી બોર્ડની આ ગ્રુપ ડી પોસ્ટ લેવલ-1 ની ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ હોય, માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે અહીં નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું .
આવી હશે પરીક્ષા પેટર્ન
વિષય | પ્રશ્નો | માર્ક્સ | સમય |
જનરલ સાયન્સ | 25 | 25 | |
મેથેમેટિક્સ | 25 | 25 | |
જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીજનીંગ | 30 | 30 | |
જનરલ અવેરનેસ | 20 | 20 | |
કુલ | 100 | 100 | 90 મિનિટ |
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને જણાવવાનું કે 23 જાન્યુઆરી 2025 ના રોજ થી ઓનલાઈન અરજી સબમીટ કરી શકાશે તેમજ ઓનલાઇન અરજી 22 ફેબ્રુઆરી 2025 સુધી કરી શકાશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે ભારતીય રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા એક ઉમેદવારોએ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ભારતીય રેલવે ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://indianrailways.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025 થી શરૂ થશે.
નોટિફિકેશન
ઉમેદવારોને ખાસ સૂચના છે કે આ ભરતીમાં અરજી કરતાં પહેલાં આ આર્ટીકલમાં આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પોસ્ટની ખાલી જગ્યા ની વિગતવાર માહિતી અને અરજી ફી વગેરે તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચવી. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવી.
No comments:
Post a Comment