Join Whatsapp Group

Saturday, January 11, 2025

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

 karuna abhiyan, કરુણા અભિયાન : ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્દોષ પક્ષીઓને જીવનદાન અપાતું કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર એ આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપતા જનતા જોગ અપીલ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અન્વયે સમગ્ર રાજ્યમાં જીવ દયા એ જ પ્રભુ સેવા ના મંત્ર સાથે ઉતરાયણના પર્વ દરમિયાન ગવાયેલા પક્ષીઓને બચાવવા માટે અને સારવાર અર્થે રાજ્ય વ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને કામગીરી કરશે. રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર અર્થે એનીમલ હેલ્પલાઇન નંબર 1962 શરૂ કરવામાં આવેલું છે.

કરુણા અભિયાન હેલ્પલાઇન નંબર 1962

કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રત પક્ષીઓને સારવાર માટે કરુણા 1962 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરામાં કોઈપણ પક્ષી ઘાયલ થયેલું જોવા મળે તો કોઈપણ વ્યક્તિ આ નંબર ઉપર કોન્ટેક કરી તેનો જીવ બચાવી શકે છે. આ અભિયાન અંતર્ગત તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ડોક્ટરની સાથે હાજર થશે અને ઘાયલ થયેલ પક્ષીને તાત્કાલિક સારવાર મળશે.

Latest updates





પ્રાથમિક શાળાના શિક્ષકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માંગણી



પગાર ગ્રાન્ટ બાબત





HTAT બદલી કેમ્પ ઓફલાઇન કરવા બાબત




ઉતરાયણ ના પર્વમાં આપણી મજા અન્ય માટે સજા ન બને તે રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવી જરૂરી છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પતંગના દોરા નો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણી વાર સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થતા હોય છે. જેથી આ ઉતરાયણમાં આપણે જ્યાં ત્યાં દોરાને ફેંકી ન દઈએ અને તેનો યોગ્ય રીતે નિકાલ કરીએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે ઘણીવાર તેનો જીવ પણ જાય છે. ત્યારે આ ઉતરાયણ 2025 માં વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉતરાયણ ની ઉજવણી કરીએ.

ઉતરાયણ ના પર્વ દરમિયાન ને તમને કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે પતંગના દોરાથી ઘાયલ થયેલો પક્ષી ક્યાંય પણ તમને જોવા મળે તો તમે કરુણા અભિયાન અંતર્ગત 1962 ડાયલ કરી અને તે પક્ષીનો જીવ બચાવી શકો છો.

AIIMS અને કેન્દ્ર સરકારની વિવિધ હોસ્પિટલોમાં  ગ્રુપ-B&C જગ્યાઓ પર ભરતી માટે કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન (CRE)-2025 નું જાહેરનામું

તમારા દરેક ગ્રુપમાં આ મેસેજને વધુને વધુ આગળ શેર કરી તમામ લોકો સુધી આ હેલ્પલાઇન નંબર પહોંચાડવામાં મદદ કરો.


No comments:

Post a Comment

Feature post.

Gandhidham Mahanagarpalika Bharti 2025

  Gandhidham Mahanagarpalika Bharti 2025: Gandhidham Municipal Corporation has Recently published advertisement for under the mukhyamantri a...

Popular post