Join Whatsapp Group

Wednesday, February 26, 2025

GUJCET Exam Date 2025: GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી

 

GUJCET Exam Date 2025: GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી

GUJCET Exam Date 2025

GUJCET Exam Date 2025: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટ ની પરીક્ષા 23 માર્ચ 2025 રવિવારના રોજ યોજાશે.

GUJCET Exam Date 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.19.11.2016ના ઠરાવ ક્રમાંક:પરચ-102012-સ થી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો.૧૨ (૧૦+૨ તરાહ) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.

GUJCET Exam Date 2025

GUJCET પરીક્ષા 2025 તારીખ કઈ છે?

વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23.03.2025 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

ઉક્ત ઠરાવ મુજબ વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-A, ગૃપ-B અને ગૃપ-A.B. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23.03.2025 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી નીચે મુજબ છે

ગુજકેટની પરીક્ષા તા.23.03.2025 ને રવિવારના રોજ સવારે 10:00 કલાક થી બપોરના 16:00 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

GUJCET અભ્યાસક્રમ 2025 – GUJCET Syllabus 2025

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/1217/1036/છ તા.25.10.2017 થી શૈક્ષણિક વર્ષ જૂન-2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે.

NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2025 ની પરીક્ષા માટે રહેશે.

GUJCET માટે પરીક્ષા માળખું – GUJCET Exam Pattern

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.

પરીક્ષાનું માધ્યમ: પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

No comments:

Post a Comment

Feature post.

GUJCET Exam Date 2025: GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી

  GUJCET Exam Date 2025: GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી GUJCET Exam Date 2025: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET પરીક્ષા 2025 ત...

Popular post