Education & All types of JOB G.K. NEWS & USEFUL TIPS
Join Whatsapp Group
Thursday, February 20, 2025
Jillafer badali camp babat
જે જિલ્લાઓમાં સિનિયોરીટીની પ્રતિક્ષાયાદી છે અને તે જિલ્લાઓમાં જિલ્લાફેર (ઓફલાઇન) બદલી કેમ્પ કરવા બાબત
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, જે જિલ્લાઓમાં સિનિયોરીટીની પ્રતિક્ષાયાદી છે અને તે જિલ્લાઓમાં અગ્રતાની જગ્યાઓ ખાલી છે તેવા જિલ્લાઓમાં જિલ્લા ફેર (ઓફલાઇન) બદલી કેમ્પ કરવા ભાબને શિક્ષણ વિભાગના સંદર્ભ-૩ ના પત્રથી સુચના આપેલ છે(પત્રની નકલ આ સાથે સામેલ છે). જે પત્રની વિગતો ખાને લઇ જો આપના જિલ્લામાં જિલ્લા ફેર બદલી(ઓફલાઇન) કેમ્પનો બીજો તબક્કક્સે આયોજિત કરવાનો થતો હોય તો શિક્ષણ વિભાગ દ્વારા તા:- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવથી પ્રસિધ્ધ બદલી નિયમોમાં જિલ્લા ફેર બદલી માટે કરવામાં આવેલ જોગવાઈઓ તેમજ ઠરાવની લાગુ પડતી અન્ય તમામ જોગવાઇઓને ધ્યાને લઈ નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન જિલ્લા ફેર બદલી કેમ્પ(ઓફલાઇન) નો બીજો તબક્કો આયોજિત કરવા સુચના આપવામાં આવે છે.
જિલ્લા ફેર બદલી કેમ્પ (ઓફ લાઇન)
તા:- ૨૭/૦૨/૨૦૨૫- ધો-૧ થી ૫ (નિમ્ન પ્રાથમિક વિભાગ)
તા:- ૨૮/૦૨/૨૦૨૫- ધો-૬ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક વિભાગ)
જિલ્લાફેર ઓફલાઈન
પ્રતિક્ષા યાદીમાં રહેલ ઉમેદવારોને આપના જિલ્લા/નગરના જિલ્લા ફેર બદલી કેમ્પના સ્થળ, સમય અને તારીખની જાણકારી સમયસર થાય તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવા જણાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદી મુજબના બોલાવવાના થતા તમામ ઉમેદવારોને કેમ્પના બે થી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે મુજબ પત્રવ્યવહારથી નેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
જિલ્લાફેર બદલી ઑફલાઇન કેમ્પ ની જાણ બાબત અલગ અલગ જિલ્લાના લેટર તેમજ શિક્ષકોની યાદી
No comments:
Post a Comment