ગુજરાત શૈક્ષણિક કેલેન્ડર 2025-2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર

ગુજરાત શૈક્ષણિક કેલેન્ડર 2025-2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025-2026નું શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા કેલેન્ડર પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી 2026માં યોજાઈ શકે છે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. અન્ય શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026માં લેવાશે.
ગુજરાત શૈક્ષણિક કેલેન્ડર 2025-2026 જાહેર કરવામાં આવ્યુ
- 16 ઑક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન અને ચોથી મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન
- ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 9 થી 26 એપ્રિલ, 2026 દરમિયાન લેવામાં આવશે
- શૈક્ષણિક કાર્ય માટે કુલ 249 દિવસ ફાળવવામાં આવ્યા છે
- 9 જૂનથી 15 ઓક્ટોબર 2025 દરમિયાન 105 દિવસનું પ્રથમ સત્ર રહેશે
- જ્યારે 6 નવેમ્બર, 2025થી 144 દિવસનું બીજુ સત્ર શરૂ થશે
Gujarat Academic Calendar 2025-2026
ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. શાળાનું પ્રથમ સત્ર 9 જૂને શરૂ થશે અને 15 ઓક્ટોબર સુધી રહેશે. બીજું સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધી ચાલશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજા રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને એકેડેમિક કેલેન્ડર મોકલવામાં આવ્યું છે. જેમાં શાળામાં લેવાની પરીક્ષાને લગતી સૂચના અને રજાઓ સહિતની વિગતો છે. આ નિર્ધારિત તારીખમાં સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે, તો તે કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment